તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:શંખેશ્વર તાલુકા રેવન્યુ તલાટીએ માસ્ક ન પહેરતા ત્રણ યુવાનોને દંડાવાળી કરી

શંખેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર માર્યાનો વીડિઓ વાયરલ થતા ગ્રામજનોમાં આક્રોશ
  • તા.પં પ્રમુખ સહિતે મામલતદારને રજૂઆત કરી

શંખેશ્વર તાલુકાના છેવાળાના કુંવર, સૂબાપુરા, તારાનગરના રેવન્યુ તલાટી કે.કે.સિંઘલ દ્વારા કુંવર ગામ પાસે સોમવારે માસ્ક બાબતે 3 યુવાનોને સિંધમ બની દંડાથી ફટકારતા વીડિયો વાયરલ થતા ગામડાઓના લોકોમાં આક્રોશ વ્યાપ્યો હતો.

વીડિયો વાયરલ થતા શંખેશ્વર તા.પ.પ્રમુખ મેરાજી ઠાકોર,ઉપ પ્રમુખ પરબતજી ઠાકોર, સિપુરના ડેલીગેટ ભરતજી ઠાકોર,ગણેશજી ઠાકોર વગેરેએ શંખેશ્વર મામલતદારને રજુઆત કરી હતી અને આવા કર્મચારીઓને આ રીતે મારવાની સત્તા કોને આપી તેવા સવાલોનો મારો ચલાવી આ કર્મચારી સામે પગલાં ભરવા રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...