તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફીણનું વાવેતર:શંખેશ્વર તાલુકાના જેસડા ગામના પાટિયા પાસે પોલીસે ખેતરમાંથી રૂપિયા 31.73 લાખના 317 કિલો અફીણના જથ્થા સાથે ખેડૂતને પકડી પાડ્યો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂત ખેતરમાં ગેરકાયદેસર રીતે અફીણના છોડનું વાવેતર કરતો

શંખેશ્વર તાલુકાના જેસડા ગામના પાટિયા પાસે ચામુંડા ઓટો ગેરેજની પાછળના ભાગે એસઓજી પોલીસે છાપો મારી જમીનમાં અફીણનું વાવેતર કરેલુ ખેતર પકડી પાડયું હતું. જેમાં ખેતરમાંથી રૂપિયા 31.73 લાખના 317 કિલો અફીણના જથ્થા સાથે જેસડા ગામના ખેડૂતને પકડી પાડ્યો હતો.

ખેતરમાં ગેરકાયદેસર રીતે અફીણના ડોડાના છોડનું વાવેતર કરેલું

જેસડા ગામના નરસંગ રથવીએ તેમના ઘરની બાજુમાં આવેલા ખેતરમાં ગેરકાયદેસર રીતે અફીણના ડોડાના છોડનું વાવેતર કરેલું છે. તેવી પાટણ એસ.ઓ.જી પોલીસને બાતમી મળતા એસઓજી પીઆઇ આર.કે અમીન અને પીએસઆઇ વી.આર ચૌધરીએ તેમની ટીમ સાથે ગુરુવારે બાતમી આધારે રેડ કરી હતી. તે વખતે ખેતરમાં ગેરકાયદેસર રીતે અફીણના છોડનું વાવેતર કરેલુ હોવાથી નરસંગ રથવીને પકડી લીધો હતો.

નરસંગ રથવી સામે એન.ડી.પી.એસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી

ખેતરમાંથી વાવેતર કરેલો રૂપિયા 31,73,200 નો 317 કિલો 320 ગ્રામ અફીણનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. આ અંગે શંખેશ્વર પોલીસ મથકે નરસંગ રથવી સામે એન.ડી.પી.એસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી. અને વધુ તપાસ શંખેશ્વર પી.આઈ આર.એમ.વસાવાને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો