તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે લડત:શંખેશ્વરનું પીરોજપુરા ગામ પાટણ જિલ્લાનું પ્રથમ કોરોના મુક્ત ગામ

શંખેશ્વર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
શંખેશ્વર તાલુકાનું પીરોજપુરા ગામ જિલ્લામાં પ્રથમ કોરોના મુક્ત બન્યું. - Divya Bhaskar
શંખેશ્વર તાલુકાનું પીરોજપુરા ગામ જિલ્લામાં પ્રથમ કોરોના મુક્ત બન્યું.
 • તાલુકાના મહેસુલ,આરોગ્ય અને ગામલોકોના સહકારે કોરોનાને હરાવ્યો

શંખેશ્વર તાલુકાના રણકાંઠાને અડીને આવેલા પીરોજપુરા ગામ પાટણ જિલ્લામાં પ્રથમ કોરોનાં મુક્ત ગામ બન્યું હતું. પીરોજપુરા ગામમાં તા.18 એપ્રિલે કોરોનાનો પ્રથમ કેસ આવ્યા બાદ બીજા દિવસે 16 કેસ નોંધાતા ગામનો કોરોના પોઝિવીટી 18% હતો ત્યારે સમગ્ર ગામમાં શરદી, તાવ, ઉધરસ જેવા કોરોના લક્ષણ ધરાવતા તમામ લોકોનો ટેસ્ટ કરી સારવાર ચાલુ કરી હતી.

શંખેશ્વર નાયબ મામલતદાર આર.સી.દરજીના અધ્યક્ષમાં ગામના યુવાનો, સરપંચ અને વડીલોની સમિતિ બનાવી કોરોના પ્રોટોકોલનું પાલન કરવાતા અને 25 એપ્રિલ સુધી અને પાટણ કલેક્ટર દ્વારા લોકડાઉનના સખત અમલીકરણ કરતા પીરોજપુરા ગામમાં કોરોનાનો કેશો આવતા બંધ થઈ ગયા તેમ છતાંય સમિતિ દ્વારા ફરીથી સ્વયંભૂ 1 અઠવાડિયું લોકડાઉન કર્યું હતું.પરિણામે પીરોજપુરા ગામ પાટણ જિલ્લામાં પ્રથમ કોરોના મુક્ત બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો