ભક્તિ:રાષ્ટ્રીય સંત ડૉ. શ્રી હેમચંદ્રસુરીજી મ.સા.ના 60મા જન્મદિને કામળી વ્હોરાવી કેશરના છાંટણા અને ચોખાથી વધાવાયા

શંખેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વરમાં રાષ્ટ્રીય સંત ડૉ.શ્રી હેમચંદ્રસુરીજીના 60માં જન્મોત્સવની ઉજવણી - Divya Bhaskar
શંખેશ્વરમાં રાષ્ટ્રીય સંત ડૉ.શ્રી હેમચંદ્રસુરીજીના 60માં જન્મોત્સવની ઉજવણી
  • શંખેશ્વર ખાતે ઊજવણીમાં ગુજરાત, મુંબઇ, કર્ણાટક, પંજાબથી ભક્તો ઊમટ્યા

જૈનતીર્થ શંખેશ્વર ખાતે રવિવારે પૂ.તપા. શ્રીમદ્દ આ.દેવ પ્રેમસુરીશ્વરજી મ.સા.ના પટ્ટધર રાષ્ટ્રીય સંત જ્યોતિષાચાર્ય ડૉ. શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજાના 60મં જન્મોત્સવની ઊજવણી રાષ્ટ્રીય સંત આચાર્ય દેવ શ્રી લેખેન્દ્રશેખર સુરીશ્વરજી મ.સા.મુનિરાજ નયપદ્મવિજયજી મ.સા.યતિવર્ય શ્રી ચંદ્રસેન ગુરુજી,મુનિરાજ શ્રી હેમદર્શન વિજયજી મ.સા.મુનિરાજ મૃગેન્દ્રવિજયજી મ.સા.મુનિરાજ નયશેખરવિજયજી મ.સા.આદિ સાધુ,સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં તેમજ ગુજરાત, મુંબઇ, કર્ણાટક, પંજાબથી આવેલ ગુરુભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

60માં જન્મોત્સવ પ્રસંગે રાષ્ટ્રીય સંત શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજાને ગુરુપૂજન કરી કામળી વ્હોરાવી કેશરના છાંટણા અને ચોખાથી વધાવવામાં આવ્યા હતા. જ્યારે વિવિધ જાતની ગાહુલીઓ, દિપક રોશની, 60 લાડુ ડેકોરેશન, સાધર્મિક ભક્તિ, ગાયને લીલું ઘાસ નાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે 108 ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષભાઇ શાહ, પાટણ ચેરિટી કમિશનર ઝેબલિયા, સરસ્વતી ધામના ટ્રસ્ટી કનકરાજજી ઘોડા, દીપેશભાઈ વર્ધન, રમેશભાઈ લીમડી વાળા, વિપુલભાઈ શાહ (ઇન્દ્રમાંણાં) મુંબઇના એક્યુપંચર ડૉ. સંતોષ પાંડે સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...