મંત્રના જાપ:વિશ્વ કલ્યાણ માટે જૈનો નવકાર મંત્રનો જાપ કરે : જ્યોતિષચાર્ય હેમચંદ્રસુરી

શંખેશ્વર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આજે 50 લાખથી વધુ જૈનો 3 કલાક મંત્રના જાપ કરશે

તપાગચ્છધિપતિ આ.દેવ.વિજય શ્રી પ્રેમસુરીશ્વરજી મ.સા.ની ઈચ્છાપૂર્તિ અને વિશ્વ કલ્યાણની ભાવનાને સાકાર કરવા તેમની પ્રેરણાથી તેમના શિષ્યરત્ન પટ્ટધર જ્યોતિષચાર્ય ડૉ. હેમચંદ્રસુરીશ્વરજી મ.સા.અને આચાર્યદેવ કે.સી.મ.સા.ના આદેશ અનુસાર જૈન સાધુ, સાધ્વીજી ભગવંતો, જૈન શ્રાવકો ભારત સહિત વિશ્વભરમાં 50 લાખથી વધુ લોકો આજે 31 મેં ના રોજ સવારે 8.41 મિનિટ થી 12.00 વાગ્યા સુધી 3 કલાક સુધી નવકાર મહામંત્રનો જાપ કરશે અને વિશ્વ કલ્યાણ હેતુ આ જાપનું ફળ અર્પણ કરશે.ઇતિહાસમાં પહેલી વખત આ જપમાં દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી અને તેરાપંથીના ચારે સમુદાયના ગુરુ ભગવંતો, શ્રમણી ભગવંતો, શ્રાવક, શ્રાવિકા એક સાથે મળીને 99 કરોડ,99 લાખ,99 હજાર, નવસો નવ્વાણું નવકાર જાપ કરશે. પૂ.જ્યોતિષચાર્યડૉ હેમચંદ્રસુરીશ્વરજી મ.સા.પૂ.આચાર્યદેવ કે.સી.મ.સા.ના માર્ગ દર્શન હેઠળ મુંબઈનું નવકાર ગ્રૂપ આ મહાઅભિયાનને સાક્ષાત્કાર આપશે. ત્યારે  વિશ્વશાંતિ માટે નવકાર મહામંત્રના જાપમાં જોડાવા જૈનતીર્થ શંખેશ્વર 108 ભક્તિ નગર ખાતે બિરાજમાન જ્યોતિષચાર્ય ડૉ. હેમચંદ્રસુરીશ્વરજી મ.સા.એ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...