તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામજનોમાં ચર્ચાનો મુખ્ય વિષય:શંખેશ્વરમાં પાંચ વર્ષ પૂરા થાય તે પહેલાં સરપંચની ત્રીજી વાર ખુરશી ખાલી થશે

શંખેશ્વર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઢી વર્ષ માટે ચૂંટાયેલા મહિલા સરપંચ જિ.પં.ની બેઠકમાં વિજેતા બનતા સંરપચનો હોદ્દો ફરી ખાલી

શંખેશ્વરમાં સરપંચની ચૂંટણીમાં ભારે હોડ જામતી હોય છે અને વિધાનસભાની જેમ ચૂંટણી યોજાતી હોય છે ત્યારે અઢી 2 વર્ષ પહેલાં બનેલા સરપંચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરી વિજેતા બનતા શંખેશ્વરની સરપંચની ખુરસી ખાલી થવા પામી છે અને ત્રીજી વખત ચૂંટણી યોજાશે કે નહીં તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શંખેશ્વરમાં 2017માં ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પુષ્પાબેન દલપતરામ જોષી 5 વર્ષ માટે સરપંચ બન્યા હતા અને પુષ્પાબેન જોષી દ્વારા શંખેશ્વરના વિકાસ તેમજ 5 વર્ષથી મુખ્ય બજારની કોર્ટ કાર્યવાહીમાં બંધ પડેલ 140 જેટલી દુકાનોનું સમાધાન કરાવી વેપારીઓને ધંધા રોજગાર શરૂ કરાવ્યા હતા. અઢી વર્ષમાં બ્રેઇન ટ્યુમર હેમરેજથી તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ 2019માં બીજી વખત સરપંચની ચૂંટણી યોજાઈ હતી. જેમાં હેતલબેન જગદીશભાઈ ડાભી સરપંચ બન્યા હતા.

મહિલા સરપંચ હેતલબેને શંખેશ્વર જિલ્લા પંચાયતની બેઠક ભાજપમાંથી ઉમેદવારી કરી 44 મતથી વિજેતા બન્યા હતા.વિજેતા બનતા શંખેશ્વર ગ્રામપંચાયતની સરપંચની ખુરસી ત્રીજી વખત 9 મહિના પહેલા ખાલી થવા પામી હતી અને શંખેશ્વરમાં વારંવાર ચૂંટણીઓ આવતા ગ્રામજનોમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...