તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મવિશ્વાસ:કોરોનામાં વિચાર્યા મુજબ હનુમાનજી મંદિર નવું બનાવ્યું, શિવાલયનું રિનોવેશન કરાવ્યું

શંખેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષક કહે છે, પથારીમાં નજર સામે સતત મોત ફરકતું દેખાતું

શંખેશ્વરના શિક્ષક સુરેશ રાવલ શરદી-ખાંસીથી બીમાર થયો અને શંખેશ્વર, પાટડી ખાતે જતાં-આવતાં દવા કરાવી, પણ ફેર ન પડતાં મહેસાણા ખાનગી દવાખાને ગયો. જ્યાં કોરોનાનું નિદાન થયું, ત્યારે સુરેશ રાવલ હિંમત હારી ગયો હતો. કોરોનાનો ખોફ આમે પહેલાંથી વધારે હતો અને સુરેશ રાવલ જ પોઝિટિવ આવ્યો એટલે હવે શું થશે તેની ચિંતા શરૂ થઈ. મારો દીકરો રાહુલ એટલો મોટો નહોતો. એ શું કરશે કારણ કે, મારાથી દૂર રહેવાનું હતું. ત્રણ-ચાર દિવસની સારવાર પછી મેં નિર્ણય કર્યો કે મને ધારપુર સિવિલમાં જવું છે અને મને ત્યાં દાખલ કરાયો. મારું શરીર પહેલેથી કદકાઠી પ્રમાણમાં હતી. ડાયાબિટીસ હતો. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. શરીરમાં ઓક્સિજન ઘટી ગયો હતો. મને એમ હતું કે અઠવાડિયામાં સાજા થઈ જઈશું પણ પછી દિવસો વધતા ગયા તેમ તેમ જિંદગી હાથમાંથી સરકતી હોય તેવા વિચારો આવતા રહ્યા. મારો દીકરો હોસ્પિટલના થોડે દૂરના બીજા મકાન ઉપર ચડીને તેનું મોઢું બારીમાંથી બતાવી દેતો અને હસતો એટલે મારું દુઃખ થોડું હળવું થતું.

ડોક્ટરને કહેતો કે જીવીશ કે કેમ? તો ડોક્ટર દિલાસો આપતા. મારી નજર સામે કેટલાક દર્દી મૃત્યુ પામ્યા અને કેટલાક સાજા થઈને બહાર ગયા હતા. સુરેશ રાવલ દિવસો ગણતો મહાદેવજીને પ્રાર્થના કરતો. હનુમાનજીનું સ્મરણ કરતો. મારા નંદાણી માતાજીને મનોમન વિનવણી કરતો કે મને બચાવી લેજો. તેમણે મારા પર કૃપા કરી હોય તેમ ડોક્ટરો અને સ્ટાફનો પરિશ્રમ સફળ થયો અને હું 21 દિવસે હોસ્પિટલમાંથી મુક્ત થયો. ઘરે જઈને 14 દિવસ અલગ ઘરમાં બધાથી જુદો રહ્યો.

હોસ્પિટલની પથારીમાં સૂતાં-સૂતાં મહાદેવના મંદિરનું રીનોવેશન કરવા, હનુમાનજી મંદિર નવું બનાવવા સંકલ્પ કરેલો, જે પૂરો કરીને આજે દોઢ-બે મહિને હરતો ફરતો થયો છું. મારા માટે મારા ભગવાન અને માતાજી તો દેવ છે જ પણ મને બચાવનારા ડોક્ટરો પણ મારા માટે ભગવાનથી કમ નથી. મારી હાઈસ્કૂલમાં ભણતા આજુબાજુના ગામડાઓના બાળકો પ્રાર્થનાસભા કરી ઈશ્વરને પ્રાર્થના કરી તેના વીડિયો મને મોકલીને હિંમત આપતા. ઇશ્વર કોરોના મહામારીને વિશ્વમાંથી નાબૂદ કરે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો