તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:શંખેશ્વરના મુર્તુજાનગર પાસે નવા પુલ નીચે આડબંધ બાંધવા ખેડૂતોની માંગ

શંખેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવો પુલ બનાવાતાં જુનો આડબંધ તૂટી ગયો હતો
  • આડબંધથી ખેડૂતોની 3000 વિઘા જમીનનું ધોવાણ અટકી શકે તેમ છે

શંખેશ્વર તાલુકાના પંચાસર પાસે મુર્તુજાનગરથી પંચાસર વચ્ચે ચોમાસામાં બહુચરાજીના વણોદના ખારવાનું પાણી છત્રોટ, એરવાડા, પંચાસરની ખારી અને મુર્તુજાનગરનું પાણી નીકળે છે અને પંચાસરના ખારવમાં થઈને રૂપેણ નદીમાં વહી જાય છે ત્યારે આ રસ્તા ઉપર રાહદારી અવરજવર માટે પુલ બનાવવામાં આવ્યો હતો પરંતુ પુલ બાંધતી વખતે જૂનો આડબંધ તૂટી ગયો હતો અને પુલની નિચેનો ભાગ ખેતીની જમીનથી નીચે રાખવામાં આવતા આડબંધ વગર ગામડાઓમાંથી આવતું ચોમાસાનું પાણી ખેડૂતોની 3000 વિઘા જમીનનું ધોવાણ કરી વહી જાય છે.

ખેડુતોના બિન પિયત શિયાળુ પાક ઘઉં,ચણાના પાક લેવાનું બંધ થઈ જતા ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતીની જમીનમાં પાણીના વહેણ અને વોકરા થઈ જતા જમીનનું મોટાપાયે ધોવાણ થતું અટકાવવા અને બિન પિયત પાક લેવા આડબંધ બાંધવા ખેડૂતોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...