તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવચન:એકાગ્રપણે 21 વાર કલ્પસૂત્ર સાંભળનાર માત્ર 7-8 ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. હેમદર્શન વિજયજી મ.સા

શંખેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પર્યુષણ મહાપર્વમાં કલ્પસૂત્ર પર વ્યાખ્યાન યોજાયું હતું. - Divya Bhaskar
પર્યુષણ મહાપર્વમાં કલ્પસૂત્ર પર વ્યાખ્યાન યોજાયું હતું.
  • શંખેશ્વર 108 ભક્તિ વિહારમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં કલ્પસૂત્ર પર વ્યાખ્યાન

શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર ઉપક્રમે પ.પૂ.જ્યોતિષાચાર્ય ડો.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા, મુનિ હેમદર્શન વિજયજી મ.સા, મુનિ નયશેખર વિજયજી મ.સા, મુનિ શૌર્યશેખર વિજયજી મ.સા તથા પૂ પ્ર.સા પૂર્ણકલાશ્રીજી મ.સા આદિની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના ચાલી રહી છે. ત્યારે પર્યુષણ ચોથા દિવસે સવારે ઉપાશ્રય ખાતે કલ્પસૂત્રની પાંચ પૂજા, સોના રૂપાના મોતીથી વધામણાં કરાયાં હતાં. ત્યારબાદ કલ્પસૂત્ર વહોરાવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂજય મુનિરાજ હેમદર્શન વિજયજી મ.સાએ જણાવેલ કે એકાગ્રપણે 21 વાર કલ્પસૂત્ર સાંભળનાર વ્યક્તિ માત્ર સાત-આઠ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. કલ્પસૂત્રએ જૈન દર્શનનું મહાન શાસ્ત્ર છે. જેની પર્યુષણના આઠ દિવસ વાચના થાય છે. તેમાં સાધુની સમાચારી તથા મહાવીર સ્વામી વગેરે ચાર તીર્થંકરનાં જીવન ચરિત્રોનું વિસ્તૃત કથન છે. બાકી તીર્થંકરોના આરા અને આંતરા છે. આ પર્વમાં તપશ્ચર્યા કરવાથી ખૂબ મોટો લાભ મળે છે. કલ્પસૂત્ર મહાનગ્રંથ જીવનને ધન્ય બનાવી દે. કલ્પસૂત્ર સ્વયં એક ગ્રંથ નથી, પરંતુ ગ્રંથનો એક ભાગ છે.

‘પર્યુષણા કલ્પ’ કહેવામાં આવે છે.સમયાંતરે એ ‘કલ્પસૂત્ર’ તરીકે પ્રસિદ્ધ થયું. એની રચના આજથી 2229 વર્ષ પૂર્વે છેલ્લો આઠમો દિવસએ સંવત્સરી મહાપર્વનો છે. એ દિવસે બારસાસૂત્રનું વાચન થાય છે. મોટી સંખ્યામાં ભાવિકોએ કલ્પસૂત્રના વ્યાખ્યાનનું શ્રવણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...