ઊજવણી:શંખેશ્વરમાં રાષ્ટ્રીય સંત લેખેન્દ્રસુરીજી મહારાજાનો ચાતુર્માસ પ્રવેશ થયો

શંખેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૈનાચાર્યના સંયમ જીવનના 50 વર્ષ પૂર્ણ થતાં ઊજવણી સાથે ચાતુર્માસમાં પ્રવેશ કરાવ્યો

જૈનતીર્થ શંખેશ્વરના પાર્શ્વ પદ્માવતી શક્તિ પીઠના પ્રણેતા રાષ્ટ્રીય સંત કોંકણ કેશરી શ્રીમદ વિજય આચાર્યદેવ લેખેન્દ્રસૂરીશ્વરજી મહારાજાને દીક્ષા સંયમને 50 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી સાથે ચાતુર્માસ પ્રવેશ થયો હતો. જેમાં જ્યોતિષાચાર્ય ડૉ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, શ્રી દમનેન્દ્ર વિજયજી મ.સા.મુનિરાજ મૃગેન્દ્રવિજયજી મ.સા.આદિ સાધ્વીજી ભગવંતો સહિત ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન, એમ.પી,દિલ્હીથી જૈન અગ્રણીઓ, ગુરુભક્તો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી 1 કીમી ભવ્ય શોભાયાત્રા સાથે પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ ખાતે પ્રવેશ કરાવ્યો હતો.

રાષ્ટ્રીય સંત આચાર્ય દેવ શ્રી લેખેન્દ્રસૂરીશ્વરજી મહારાજાને કામળી વ્હોરાવી ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીવદયા, સાધર્મિક ભક્તિ, અનુકમ્પા દાન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાના હતા પરંતુ પ્રોગ્રામ કેન્સલ થયો હતો મુખ્યમંત્રીએ 50 વર્ષ સંયમની ઉજવણી અને ચાતુર્માસ પ્રવેશની શુભ કામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...