તસ્કરી:શંખેશ્વરના જૈન ઉપાશ્રયમાં તાળાં તોડી ગુરુપૂજનના રૂ. 5 લાખની ચોરી

શંખેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 108 ભક્તિ વિહાર જૈન દેરાસરનાં સાધુ મહારાજ સાહેબના બંધ રહેલા ઉપાશ્રયમાં તસ્કરો ત્રાટક્યા, પોલીસે ફરિયાદ આધારે શંખેશ્વરઆરંભી

શંખેશ્વર 108 પાર્શ્વનાથ ભક્તિવિહાર ખાતે ઉપાશ્રયના ચાર રૂમના દરવાજા તોડી અંદર પડેલ ગુરુપૂજનના પાંચ લાખ રૂપિયા રોકડ સહિતની યંત્રની વસ્તુઓ તસ્કરો ચોરી કરી જતા શંખેશ્વર ગામમાં ચકચાર મચી હતી. શંખેશ્વર 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર ખાતે બિરાજમાન આચાર્ય દેવ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મ.સા.20 દિવસ પહેલા શંખેશ્વર થી વિહાર કરી અમદાવાદ ગયેલ જે ઓ અમદાવાદથી પરત વિહાર કરી ગુરુવારે સાંજે શંખેશ્વર આવેલ ત્યારે સંસ્થાના મેનેજરે ઉપાશ્રય ખોલતા અંદરની રૂમ તૂટેલી દેખાતા આચાર્ય મ.સા.ને જાણ કરી હતી.

મહારાજ સાહેબ ઉપાશ્રયમાં આવતા ઉપાશ્રયમાં નીચે 2 રૂમ તથા ઉપર 2 રૂમ એમ કુલ 4 રૂમના તાળાં તોડી ચોરી થઈ હોવાનું માલુમ પડતા જે બાબતે શંખેશ્વર પોલીસને જાણ કરતા પી. એસ. આઇ. સોલંકી તથા તેમનાં સ્ટાફ સાથે ઉપાશ્રય પહોચ્યા હતા.

મહારાજ સાહેબને સાથે રાખી રૂમમાં તપાસ કરતા જીવદયા અને ગુરૂપૂજનનાં અંદાજિત 5 લાખ રૂપિયા તેમજ શ્રી યંત્ર જેવી વસ્તુની ચોરી થયેલ હોઈ તેવું જણાયું હતું. રૂમોની વસ્તુઓ વેરવિખેર થવા પામી હતી. જે બાબતે શુક્રવારે રાત્રે સંસ્થાનાં મેનેજર દ્વારા શંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામા આવી હતી. પોલીસે ફરિયાદ આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...