ખેડૂતોને ધરમ ધક્કા:સરસ્વતીના ગામડાઓમાં વીસીઓ હડતાળ પર ઉતરી જતા કામકાજ ઠપ

નાયતા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરસ્વતી કચેરી ખાતે ઉતારા કઢાવવા આઓ દિવસ ખેડૂતોની લાઈનો લાગી. - Divya Bhaskar
સરસ્વતી કચેરી ખાતે ઉતારા કઢાવવા આઓ દિવસ ખેડૂતોની લાઈનો લાગી.
  • સરસ્વતી કચેરીએ ઉતારા કઢાવવા માટે ખેડૂતોની લાઈનો લાગી

ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના કમ્પ્યુટર ઓપરેટર હડતાળ ઉપર હોવાથી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ગ્રામીણ વિસ્તારના ખેડૂતો સરસ્વતી કચેરી ખાતે ઉતારા કઢાવવા માટે ખેડૂતોની લાઈનો લાગી હતી. ગ્રામપંચાયત વીસીઓની હડતાળના પગલે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામડાના ખેડૂતો ધક્કા કચેરીએ ખાઈ રહ્યા છે.

હાલમાં પાક ધિરાણ મેળવવા તેમજ ખેડૂતોને બીજા કામો માટે જમીનના ઉતારા 7,12, અને 8અ તેમજ હક પત્રકની જરૂરિયાત હોય છે ત્યારે ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયતના વિસીઓ પાછલા 5-6 દિવસથી પગાર, તેમજ કાયમી ધોરણે કરવા માટે હડતાળ ઉપર ઉતરી જતાં સરસ્વતી તાલુકાના મોરપા, નાયતા, વાગડોદ, રેચવી, કાનોસણ, ધનાસરા સહિતના ગામોના ખેડૂતો સરસ્વતી કચેરીના ધક્કા ખાવા મજબુર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...