તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રે જિંદગી:વેલેન્ટાઈન્સ ડેની વિશ...!

રાજ ભાસ્કર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ‘વેલેન્ટાઈન્સ ડે પ્રેમના ઈકરારનો દિવસ છે ને, પણ વસંત પંચમી તો સાત જન્મોના પ્રેમ બંધનમાં બાંધતાં લગ્નનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. આજે હું તને લગ્ન માટે પ્રસ્તાવ મૂકું છું.’ માધવે રાધાને સમજાવતાં કહ્યું

14મી ફેબ્રુઆરીનો દિવસ. યંગસ્ટર્સ વેલેન્ટાઈન્સ ડેની ઉજવણીના ઉન્માદમાં મસ્ત હતાં. ગિફ્ટ શોપ પર રેડ હાટ્‌ર્સ, રેડ રોઝથી માંડીને બધું જ રેડ ખરીદવા માટે ભીડ જામી હતી. ‘હેપ્પી વેલેન્ટાઈન ડે’ના મેસેજિસથી મોબાઈલો ભરાઈ ગયા હતા અને બાગ-બગીચા, રેસ્ટોરાં, કાફે બધું વેલેન્ટાઈન પ્રપોઝ કરનારાં યંગસ્ટર્સથી ઊભરાઈ ગયું હતું. જાણે આખાયે શહેરમાં પ્રેમનું પૂર અને વેલેન્ટાઈનનું વાવાઝોડું આવ્યું હતું. બધાંના ચહેરા પર વેલેન્ટાઈનનો લાલ રંગ છવાયેલો હતો પણ રાધાના ચહેરા પર ઉદાસીનો કાળો રંગ હતો. એ સ્ટ્રેસમાં હતી. એના પ્રેમી માધવે એને એક પણ કોલ નહોતો કર્યો કે ‘હેપ્પી વેલેન્ટાઈન્સ ડે’નો નાનકડો મેસેજ પણ નહોતો કર્યો. રાધા અને માધવના પ્રેમ નવો નવો જ હતો. બંનેના હુંફાળા શ્વાસોને સાથે ચાલતાં હજુ બે મહિના જ થયા હતા. રાધાની લવલાઈફનો આ પહેલો જ વેલેન્ટાઈન્સ ડે હતો. એણે સપનાં સજાવી રાખ્યા હતા. એને હતું કે માધવ સાથે એ વેલેન્ટાઈન્સ ડેટ પર જશે, માધવ એને ગિફ્ટ આપશે અને ન જાણે શું નું શું થશે. એણે અઠવાડિયાં પહેલાં જ રેડ રોઝવાળું વનપીસ ખરીદી લીધું હતું. આગલા દિવસે એ માધવ માટે ઢગલાબંધ ગિફ્ટ્‌સ, રેડ રોઝ, રેડ ટીશર્ટ, હાર્ટ શેપ ચોકલેટ્‌સ અને સ્માર્ટ વોચ લઈ આવી હતી. રાત્રે બાર વાગ્યે એ મોબાઈલ લઈને બેસી ગઈ. એને હતું હમણાં જ માધવનો મેસેજ આવશે અને આવતી કાલની ડેટ માટેનો સમય ફિક્સ કરશે, પણ માધવનો મેસેજ ન આવ્યો. એને થયું, માધવ હવે સવારે કોલ જ કરશે, પણ કોલ પણ ન આવ્યો. એ વિચારવા લાગી, બે દિવસ પહેલાં એ કોઈ સેમિનારમાં જવાનું કહેતો હતો, પણ લાગે છે એણે સરપ્રાઈઝ આપવા જ આ બહાનું કર્યું હશે. એટલે જ એ વોટ્‌સએપ કે કોલ નથી કરતો. હમણાં કેટલીયે ગિફ્ટ લઈને આવશે, મસ્ત પ્લેસ પર લઈ જશે અને મને વેલેન્ટાઈન્સ ડે વિશ કરશે, પણ એની એ ‘વિશ’ આખરે ‘વિષ’બની ગઈ. રાતના બાર વાગી ગયા હતા. વેલેન્ટાઈન્સ ડે પૂરો થઈ ગયો હતો. ન તો માધવનો કોલ આવ્યો, ન વોટ્‌સએપ કે ન માધવ! રાધા રડી પડી. એણે પણ કોલ કે મેસેજ ન કર્યાં. ⬛ ⬛ ⬛ વેલેન્ટાઈન્સ ડે તો જતો રહ્યો હતો. બે દિવસ વીતી ગયા. ન તો હજુ માધવે કોઈ કોલ કર્યો હતો કે ન રાધાએ સામેથી એનો સંપર્ક કર્યો હતો. એ રાહ જોતી હતી કે એક વાર માધવ આવે તો એને ખખડાવીને બ્રેક-અપ કરી નાખવું છે. 16મી ફેબ્રુઆરી અને મંગળવારની સાંજ હતી. રોજિંદા ક્રમ મુજબ સાત વાગ્યે ક્લાસ એટેન્ડ કરીને રાધા બહાર આવી. એ પાર્કિંગ તરફ જતી હતી. ત્યાં જ અચાનક માધવ આવીને એની સામે ઊભો રહી ગયો, ‘સરપ્રાઈઈઝ....!’ રાધા એને જોઈને ભડકી. એ નારાજ થઈને ચાલવા માંડી. માધવ એની પાછળ દોડ્યો, ‘અરે, ડાર્લિંગ ગાડીમાં બેસ! આપણે એક જગ્યાએ જવાનું છે.’ રાધા માધવ પર ગુસ્સો કાઢવા માગતી હતી પણ થયું, રસ્તામાં જોણું નથી કરવું. એ ચૂપચાપ ગાડીમાં બેસી ગઈ. ગાડી એક શાંત જગ્યાએ ઊભી રહી. બંને નીચે ઊતર્યાં. રાધા ખૂણામાં જઈને ઊભી રહી અને માધવે એની બેગમાં છુપાવેેલું રેડ હાર્ટવાળુ ગિફ્ટબોક્સ એની સામે ધર્યંુ, ‘ધીસ ઈઝ ફોર માય ડિયર લવ!’ રાધા ગિફ્ટનો જોરથી ઘા કરતાં તાડૂકી, ‘નાટક બંધ કર! નહીંતર બે તમાચા મારી દઈશ. વેલેન્ટાઈન્સ ડે ચાલ્યો ગયો, હવે તારી ગિફ્ટને મારે શું ધોઈ પીવી? મને તો હતું કે તું મને સરપ્રાઈઝ આપીશ અને ડેટ પર લઈ જઈને વેલેન્ટાઈન્સ ડે વિશ કરીશ, પણ તેં એક મેસેજ પણ ન કર્યો. મારે નથી બોલવું. બ્રેક અપ!’ ‘અરે, મેં તને કહ્યું હતું કે હું બે દિવસ સેમિનારમાં છું. ત્યાં મોબાઈલ અલાઉડ નહોતા.’ ‘ભાડમાં જાય તું અને તારો સેમિનાર!’ ‘આઈ લવ યુ યાર! આવું ના બોલ.’ ‘વેલેન્ટાઈન્સ ડે તો ગયો. પ્રેમના દિવસે જ તેંે વિશ ન કર્યુ. હવે કોઈ મતલબ નથી. ગેટ લોસ્ટ!’ માધવ બોલ્યો, ‘એક મિનિટ રાધા. વેલેન્ટાઈન્સ ડે તો વિદેશી દિવસ છે. આપણો ભારતીયોનો ખરો પ્રેમનો દિવસ તો આજે છે. આજે વસંત પંચમી છે. આ દિવસે તો પ્રેમની સરિતા રાધાય પ્રેમના સાગર સમા કૃષ્ણના સાંનિધ્યને પામવા દોડી જાય છે. આ દિવસ તો પુરુષ અને પ્રકૃતિના મિલનનો દિવસ છે. વેલેન્ટાઈન્સ ડે પ્રેમના ઈકરારનો દિવસ છે ને, પણ વસંત પંચમી તો સાત જન્મોના પ્રેમ બંધનમાં બાંધતાં લગ્નનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. આજે હું તને લગ્ન માટે પ્રસ્તાવ મૂકું છું. બોલ રાધા, આવતી વસંત પંચમીએ મારી સાથે લગ્ન કરીશ? મારા સાત જન્મોની વસંત બનીશ?’ માધવ સાચે જ માધવ જેમ ઊભો રહ્યો અને રાધા સાચુકલી રાધા જેમ એને વળગી પડી, ‘હા... કેમ નહીં! હેપ્પી વસંત પંચમી માય લવ!’ ⬛rcbhaskar@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો