રસ્તાનો વિકાસ:વાગડોદથી નાયતા 7 કિ.મી રોડ પહોળો કરાતાંં 3 ગામના લોકોની સમસ્યા હલ થશે

સરસ્વતી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7.80 કિલોમીટર રોડને રૂ.545.83 લાખના ખર્ચે પહોળો કરવામાં આવશે

સરસ્વતી તાલુકાના મોરપા ગામે ઓક્ટોબર મહિનામાં સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા વાગડોદ વાયા મોરપા-નાયતા એકમાર્ગીય રોડને પહોળો કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેથી જીસીબી દ્રારા આ માર્ગની કામગીરી શરૂ કરાઇ હતી.

વાગડોદ વાયા મોરપા-નાયતા એકમાર્ગીય રોડને પાટણ- ડીસા હાઈવે રોડ પાટણ- શિહોરી હાઈવે રોડને જોડતો રોડ છે. આ રોડ ઉપર રાત- દિવસ વાહનો અવર અજર વધુ હોય છે.ત્યારે રોડની સાઈડો ગાંડા બાવળ અને સાંકડો હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી અને અનેકવાર નાના-મોટા અકસ્માત થતાં હતા જેથી મોરપા,નાયતા ગામ લોકો દ્વારા આ રોડને પહોળો કરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી જેના પગલે સરકાર દ્વારા આ રોડને પહોળો કરવાની મંજૂરી આપવામાં આવી હતી પરીણામે વાગડોદ વાયા મોરપા-નાયતા એકમાર્ગીય 7.80 કિલોમીટર રોડને રૂ.545.83 લાખના ખર્ચે પહોળો કરવામાં આવશે જેના લીધે આજુબાજુના ગામડાઓ જેવા કે મોરપા, રખાવ, વેલોડા, તેમજ બનાસકાંઠાના ગામોના વાહનચાલકોને ઉપયોગી થશે.

અન્ય સમાચારો પણ છે...