માગ:સરસ્વતી ના વાયડ પાસે કેનાલ પર‎ ગેરકાયદે બાંધેલ આડબંધ દૂર કરો‎

શિહોરી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણના સરસ્વતી તાલુકાના વાયડ ગામ પાસે સુજલામ સુફલામ કેનાલ પર બાર ફૂટ આડબંધ બાંધી કાંકરેજ તાલુકામાં આવતું પાણી ગેરકાયદે રોકવામાં આવ્યું છે. જેને દૂર કરવા માંગ ઊઠી છે. ખેડૂતોની માંગણી છે કે પાટણ જિલ્લામાંથી પસાર થતી સુજલામ્ સુફલામ્ કેનાલ પર પાટણ જિલ્લાના વાયડ પાસે ગેટ નંબર-11 પહેલા કેનાલ વચ્ચે લગભગ 12 ફૂટ જેટલો પાક્કો આરસીસીનો ચેક ડેમ એટલે કે આડસ બાંધવામાં આવી છે અને કાંકરેજ, લાખાણી, દિયોદર તાલુકાઓ તરફ જતું પાણી બંધ કરી પાટણ જિલ્લાના ગામડાઓને લાભ થાય તે રીતે ડાયવર્ટ કરવામાં આવ્યું છે.

આ પછાત વિસ્તારને જાણી જોઈને અન્યાય કરવામાં આવ્યો છે તે પણ આ વાયડ આજુબાજુના ખેડૂતો અને મોટા માથાઓ દ્વારા આ અન્યાય કરવામાં આવ્યો છે. જેની તપાસ સુજલામ સુફલામ કેનાલના લગતા-વળગતા અધિકારીઓએ કરવી અને આવડો મોટો આડ બંધ બાંધી આટલા મોટા વિસ્તારને અન્યાય કરવામાં આવ્યો છે.

જયારે કાંકરેજ તાલુકાના કિસાન સંઘ, દિયોદર તાલુકા કિસાન સંઘ દ્વારા ઘણી વખત સુજલામ સુફલામ કેનાલ દ્વારા પાણી છોડાવવાની માંગણીઓ કરતા આવેદનપત્રો આપવામાં આવ્યા છે અને સુજલામ સુફલામ કેનાલનું પાણી બનાસ નદીમાં સાઇફરન દ્વારા નાખવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવતી હતી.’ કાંકરેજ મામલતદાર. એમ.ટી.રાજપૂતે જણાવ્યું હતું કે ‘ખેડૂતોની પાણી માટે માંગણીનું આવેદનપત્ર આગળ જે-તે વિભાગને આગળ પહોંચાડીશું.’

અન્ય સમાચારો પણ છે...