ગામલોકો દ્વારા દારૂબંધી:સરીયદ ગામમાં દારૂબંધી - નિયમ ભંગ કરનારને ગામ છોડવું પડશે

સરિયદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરસ્વતી પોલીસ મથકે દારૂબંધી કરાવવા ગામલોકો દ્વારા આવેદન
  • દારૂ વેચાણ અને ખોટી પ્રવૃતિ કરતાં લોકોની સંખ્યામાં વધારો થતાં ગામજનોનો નિર્ણય

સરસ્વતી તાલુકાના સરિયદ ગામે કેટલાક સમયથી વધી રહેલા દારૂ વેચાણ અને ખોટી પ્રવુતિ કરતા લોકોની સંખ્યામાં વધારો થતાં ગામના યુવાનો તેમજ સમસ્ત ગામ દ્વારા મંગળવારના રોજ ગામના રામજી મંદિરમાં એકઠા મળીને દારૂ વેચાણ પ્રતિબંધ તેમજ ગામ લેવલે કોઈ પણ ખોટી પ્રવૃતિ પણ નહિ ચલવાય તે માટે સરસ્વતી તાલુકા પોલીસ મથકે આવેદન આપ્યું હતું.

ગામના રામજી મંદિરમાં સમગ્ર ગામલોકો મળીને લેવાયેલ નિર્ણયમા નહિ વેચાય કે દારૂ કે ખોટી પ્રવૃતિ નહિ ચલાવી લેવાય અને નિયમ ભંગ કરશે તેને સરિયદ ગામ છોડવું પડશે તેવો નિર્ણય લેવાયો હતો.બાદમાં સરસ્વતી તાલુકા પોલીસ મથકે સરિયદ ગામે દારૂબંધી કરાવવા ગામલોકો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં સરસ્વતી પીએસઆઈ ચૌહાણ દ્વારા અમે ગામલોકોને પૂરતો સહયોગ આપીશું તેવી ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...