તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકો રોડ બનાવવા માંગ:કોટાવડથી કિમ્બુવા વચ્ચેના કાચો માર્ગથી 12 કિમી વધુ અંતર કાપવા લોકો મજબૂર

નાયતા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ કિલોમીટરના કાચા રસ્તામાં વરસાદી પાણીથી કાદવ થયો
  • વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પશુપાલકો નારાજ, પાકો રોડ બનાવવા માંગ

સરસ્વતીના કોટાવડથી કિમ્બુવા જવા માટે માત્ર સાડા ત્રણ કિ.મીનું અંતર છે પરંતુ કાચા રસ્તાના અભાવે કોટાવડ ગામના લોકોને 12 કિમીથી વધુ અંતર કાપીને જવું પડે છે. આ રોડ બનાવવા માટે છેલ્લા ચાર-પાંચ વર્ષથી રજૂઆતો કરવામાં આવે છે.

કોટાવડના સરપંચ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી સમયે બંન્ને પક્ષના નેતાઓ વાયદા આપીને જતા રહે છે. પરંતુ વર્ષોથી પણ પરિસ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આ કાચા રસ્તા (નેળિયા)માં ઘૂંટણ સમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક ખેડૂતો સહિત દૂધ ભરાવવા જતાં પશુપાલકો અને કોટાવડ ગામના અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ પરેશાન થાય છે.

પશુપાલકો અને ગામના લોકોને બરોડા બેંકમાં કામકાજ અર્થે કાદવ કીચડના કારણે 12 કિલોમીટર અંતર કાપીને કોટાવડ વાયા અઘાર થઈને કિમ્બુવા જવા મજબુર થવું પડે છે. જેથી સત્વરે આ રોડ પાકો બનાવવામાં આવે તેવી ગામના લોકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...