ખેડૂતો ચિંતિત:સરસ્વતી પંથકમાં માવઠાથી રાયડા, તમાકુના પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત

સરિયદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે સારા ભાવ હોઈ મોટા પ્રમાણ રાયડાનું વાવેતર થયું હતું , જમીન ઓછું પાણી પીતી હોઈ પાક બગડશે

છેલ્લા 3 દિવસથી લગાતાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. જેમાંય સરસ્વતી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર સવારથી ધોધમાર વરસાદ સવારથી ગોલીવડા, સરિયદ, સંપ્રા, ઉંદરા જેવા ગામોમાં પુષ્કળ પ્રમાણ વરસાદ વરસતો જોવા મળ્યો છે. જે કારણે ખેડૂતોના ખેતરોમાં સમોસમ પાણી ભરેલા જોવા મળ્યા હતા. જેથી આ વિસ્તારમાં ચાલુ સાલે મોટા પ્રમાણમાં રાયડા, તમાકુનું વાવેતર કરેલ છે.

જે થશે નિષ્ફળ તેવું ધરતી પુત્રો જણાવી રહ્યા છે. મોંઘા ખર્ચેલા ખાતર અને બિયારણ જશે ફેલ તેવું પણ જણાવ્યું હતું. માવઠાથી મોટા પ્રમાણમાં નુક્સાન ખેડૂતો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરસ્થિતિમાં માવઠા થશે ખેડૂતો પાયમાલ દેવ દિવાળીના દીવસે ખેડૂતોની દિવાળી બગાડી, ખેડૂતોના અનેક પાક જસે એમ નિષ્ફળ રામજી ઠાકોરે (ખેડૂત) જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...