ગેરવર્તન:કાંસા પીએસસીમાં તાલીમ માટે આવેલી આંગણવાડી કાર્યકર બહેનોને કાઢી મૂકી

નાયતાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પીએચસીના એકાઉન્ટે મારા માટે આવ્યા છો તેમ કહી બહાર કાઢ્યા

સરસ્વતીના કાંસા પી.એચ.સી સેજાની આંગણવાડી કાર્યકરો બહેનોને વિશ્વ કૃમિ દિવસની તાલીમ લેવા આવેલ બહેનોને બહાર કાઢી મૂકતા હોબાળો મચી જવા પામ્યો હતો. સરસ્વતી કાંસા પી. એચ.સી આરોગ્ય કેન્દ્ર ખાતે મંગળવારે બપોરે 3 વાગ્યે કાંસા સેજાની આંગણવાડી કાર્યકરો બહેનોની તાલીમ બોલાવી હતી.

પણ 3.21 સુધી તાલીમ શરૂ ન થતાં આંગણવાડી બહેનોએ ચા સાથે નાસ્તાની માંગણી કરતા પીએચસીના એકાઉન્ટ કર્મચારી પ્રજાપતિ આશિષભાઈએ આંગણવાડી કાર્યકરો બહેનો સાથે મનસ્વી વલણથી વર્તન કરી દરવાજા બહાર નીકળી જાઓ તેવું કહેતા આંગણવાડી કાર્યકર બહેનો તાલીમ છોડી બહાર નીકળી ગયા હતા.

અને પીએચસીનો દરવાજો બંધ કરી તમારે કંપાઉન્ડમાં દાખલ ન થવું તેવું ગેરવર્તન કર્યું હતું. અગાઉ પણ અપમાન થતું હતું પણ અમે સહન કરી લેતા પણ આજે એકાઉન્ટ બોલવાની હદ વટાવી દેતા અમે 20 જેટલી આંગણવાડી કાર્યકરો બહેનોએ તાલીમ છોડી બહાર નીકળી ગયા હતા.

બહેનોનો બળાપો વ્યક્ત કરતા જણાવ્યું કે આંગણવાડી કાર્યકરો બહેનો મમતા દિવસની ઉજવણી પીએચસી કેન્દ્ર કાંસા ખાતે કરાય છે તેનું મહેનતાણું અમોને વાઉચર આપવાથી રોકડ આપવાના હોય છે. પરંતું 2019-2020 સુધીના વાઉચરમાં સહી કરાવી નાણાં ચુકવવાની સહી કરાવી આજ દીન સુધી અમારું મહેનતાણું મળ્યું નથી તેવું આંગણવાડી કાર્યકરો બહેનોએ સમુહમાં જણાવ્યું હતું. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...