તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર:સરસ્વતી તાલુકાના ગામોમાં કપાસનું વાવેતર 20 દિવસ મોડું, જૂન મહિનાના અંત સુધી વાવણી થશે

ખારેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખારેડા ગામમાં હળ બળદ વડે કપાસની વાવણી શરૂ. - Divya Bhaskar
ખારેડા ગામમાં હળ બળદ વડે કપાસની વાવણી શરૂ.
  • વાતાવરણમા બદલાવ અને બાજરીના ખેતરમાં કપાસ વવાતાં મોડું થયું

સરસ્વતી તાલુકાના ગામડાઓમાં ખેડૂતો દ્વારા મે મહીનાના અંતમા કપાસનુ વાવેતર કરી દેવામાં આવતુ હોય છે. પરંતુ ચાલુ સિઝનમાં ગરમી વધારે હોવાથી કપાસનુ વાવેતર 20 દિવસ પાછળ રહેતાં હજુ સુધી કોઈ ખેડૂતને કપાસ હળાય તેવો થયો નથી. બાજરીનાં ખેતરો ખાલી થતાં હજુ સુધી ખેડૂતો કપાસનું વાવેતર કરતા નજરે પડી રહ્યા છે.સરસ્વતી તાલુકા ખેતીવાડી ગામ સેવક રાયમલભાઇ પરમારે જણાવ્યુ હતુ કે ચાલુ વર્ષે કપાસની વાવણી સમયે હવામાન બગડતાં ખેડૂતો થોડા મોડા પડ્યા છે. પરંતુ હજુ બાજરીવાળા ખેતરોમા ખેડૂતો કપાસનું વાવેતર કરે છે.

એટલે જુન મહિનાના અંત સુધી વાવેતર થશે, જેથી કપાસનો વાવેતર વિસ્તાર વધશે તેમ જણાવ્યુ હતુ. ખારેડાના હળ બળદ ખેતી કરતા નાનજીજી ઉમેદજી ઠાકોરે જણાવ્યુ હતુ કે ગઇ સાલે આ સમયે પંદર જેટલા ખેડૂતોનો બળદો થકી કપાસ હળવામાં આવ્યો હતો. ચાલુ સીઝનમા હવે પહેલી બોણી થઇ છે. ઉનાળામાં કમોસમી વરસાદ અને તેને લઈ બાજરીના ખેતરો જલદીથી ખાલી ન થતાં ખેડૂતોએ કપાસ મોડા વાવવાનું શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...