ચૂંટણી જંગ:સરસ્વતીના ખારેડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો

ખારેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરસ્વતી તાલુકાના ખારેડા ગામે કુલ 10 વોર્ડ આવેલ છે તેમાં વોર્ડ નંબર 4 ,5 , 7 ,8 ,10 બીનહરીફ થયેલ છે. વોર્ડ નંબર 9 આદિવાસી સીટ હોવાથી ગત ચૂંટણીથી ખાલી પડી છે જ્યારે વોર્ડ નંબર 1, 2,3,6 ઉપર રસાકસીનો જંગ જામ્યો છે. ખારેડા ગામે ત્રણ યુવાનો સરપંચની ચૂંટણીમાં ઝંપલાવતા ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો.

ઉમેદવાર અભેસિંગજી મેવાજી ઠાકોરે જણાવ્યું હતું કે ગામમાં ભાઈચારાની લાગણી રાખીને ગામનો વિકાસ કરવાની તમન્ના જણાવી હતી.ઉમેદવાર ભારમલજી પોપટજી ઠાકોરે તેમના પરિવારમાં પહેલી વખત સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને જીતીને લોકોને કામ કરવાની ખાતરી આપી રહ્યા છે. ઉમેદવાર પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપ પ્રમુખ પ્રહલાદજી ઠાકોરના ભત્રીજા મહેશજી સરતાનજી ઠાકોરે લોકોના કામો અને ગામનો વિકાસ કરશું એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...