તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સરસ્વતીના કાલોધીના સદાસણ પરા માટે પાકો રોડ બનવાની તૈયારીમાં

નાયતા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 80 ઘરોના પરિવાર વર્ષોથી પાકા રસ્તાથી વંચિત હતા વ્હોળામાં પુલ બની ગયો છે રોડની કામગીરી ચાલુ છે : ગ્રામજનો

સરસ્વતી તાલુકાના કાલોધી ગામના સદાસણ પરા વિસ્તારના 80 ઘરોના લોકો વ્હોળાના સામે કાંઠે વસવાટ કરે છે 50 થી 60 વર્ષ પહેલા એકાદ બે પરિવારના લોકો રહેતા હતા અને અત્યારે 80 ઘરોના પરિવાર રહે છે વર્ષોથી પાકા રસ્તાથી વંચિત સદાસણ હતું હવ ટુંક સમયમાં પાકા રોડ પર ચાલતું થઈ જશે. કારણ કે વ્હોળામાં પુલ બની ગયો છે અને બંને છેડે પાકા રોડનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે.1500 મીટરના અંતરે કરોડના ખર્ચે એક નાનકડા ગામમાં પાકો રોડ બનવાની તૈયારીમાં છે તેવું ગામલોકોએ જણાવ્યું હતું.

સદાસણ પરા ગામના લાડજીજી ખુમાજી ઠાકોરે જણાવ્યું હતું કે જ્યારથી વસવાટ કર્યો હતો ત્યારથી અમે ચોમાસું સિઝનમાં બીમાર પડે તો ખૂબ તકલીફ પડતી પણ હવે વ્હોળામાં પુલ બની જતા અને પાકો રોડ બનવાની તૈયારીમાં છે જેથી અમારે કાયમ માટે રસ્તાની તકલીફો દૂર થઈ ગઈ છે.

દેસળાજી સેધાજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા પરિવારે રસ્તાની 60 વર્ષથી વેદના હતી. અને કિરીટભાઈ પટેલ ધારાસભ્ય કાલોધી ગામથી ચાલતા વ્હોળો પસાર કરીને સદાસણ પરા વિસ્તારમાં વોટ માંગવા આવ્યા હતા ત્યારે તેમને અમારા પરિવારને વચન આપ્યું હતું કે હું ચુંટણીમાં જીતીશ તો પહેલું કામ તમારા રોડનું કામ કરીશ તેવું વચન આપ્યું હતું તેવું વડિલે જણાવ્યું હતું.

કિરીટભાઈ ધારાસભ્ય સાથે ટેલિફોનીક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ નાનકડા સદાસણ પરાની પ્રજા રસ્તાથી પીડાતી હતી અને 3.20 કરોડના ખર્ચ વ્હોળામાં પુલ બાંધી પાકો રોડ 1500 મીટર ટુંક સમયમાં બની જશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો