તંત્રના ઠાગાઠૈયા:મોરપામાં 4 વર્ષ પૂર્વે મંજૂર પેટા આરોગ્ય કેન્દ્ર ખોરંભે, સરકારી અધિકારીઓની લાલીયાવાડીના લીધે સરકારી કામો આગળ વધતાં નથી

નાયતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકાર લોકોનું આરોગ્ય સારું જળવાઈ રહે અને ગ્રામિણ લોકોને સ્થાનિક જગ્યાએ પોતાના માટે તમામ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે એ હેતુથી વિવિધ ગામોમાં આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવેલ છે. જેમાં પાટણ જિલ્લામાં 112 પેટા આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા હતાં. ત્યારે સરસ્વતી તાલુકાના મોરપા ગામે પેટા આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું હતું. મોરપા ગામના લોકો ખેતરોમાં વસવાટ કરતા હોવાથી એમને પૂરતી સુવિધા મળી રહે અને મોરપા ગામની આજુબાજુના ગામડાઓના લોકો ખેતરોમાં વસવાટ કરે છે.

તેવા લોકોને પણ સેવા મળી રહે અને કોઈ વૃદ્ધ હોય કે આકસ્મિક બીમારીથી પીડાતા હોય એમને તરત સુવિધા મળી રહે એ હેતુથી વર્ષ 2017માં મોરપા ગ્રામ પંચાયત દ્વારા જમીન ફાળવણીનો ગ્રામસભાનો ઠરાવ આપવામાં આવ્યો હતો.આજદિન સુધી પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું નથી. ગ્રામ પંચાયત અને પેટા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. ચાર વર્ષથી સબ સેન્ટરનુ કામ શરૂ થયું નથી, સરકારી અધિકારીઓની લાલીયાવાડીથી સબ સેન્ટર બનાવવામાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે હાલ પેટા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ તેમજ ગામલોકોને હાલાકી ભોગવવી પડે છે.

તંત્રના ઠાગાઠૈયા
મોરપા સરપંચ મગનભાઈ રબારીએ જણાવ્યું હતું કે જમીન ફાળવણી કરવામાં આવી છે અને તંત્ર દ્રારા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...