તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:અજુજામાં 400 પૈકી માત્ર 77 લોકોએ રસી લેતાં ડીડીઓ સહિત અધિકારીઓ દોડ્યા

નાયતા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભય અને ખોટી અફવાથી 45 વર્ષથી વધુના લોકોએ રસી લેવાનું ટાળ્યું
  • જિલ્લા અને તાલુકાના અધિકારીઓએ ગ્રામસભા યોજી લોકોને રસી લેવા સમજાવ્યા

સરસ્વતી તાલુકાના અજુજા ગામે 45 વર્ષથી વધુના 400માંથી માત્ર 77 લોકોનું રસીકરણ થયું છે. અને ગામમાં ભય અને ખોટી અફવાઓ અને જાગૃતિના અભાવે લોકો રસી લેતા નથી જેને પગલે અજુજા ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.મંગળવારે કોરોના અંતર્ગત અજુજા ગામે ગામ લોકો સાથે 45થી વધુ ઉંમરના લોકોનું ઓછા રસીકરણ બાબતે ગ્રામસભા યોજી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લોકોને રસીકરણ કરાવવા માટે સમજાવવામાં આવ્યા હતા.

ગામ લોકો સત્વરે રસીકરણ કરાવે તેવી જીલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખ દ્વારા ગામ લોકોને અપીલ કરવામાં આવી હતી. સભામાં તા.પ્રા. શિ. અધિકારી, સીડીપીઓ, તલાટી કમ મંત્રી દેવેન્દ્રભાઈ રાઠોડ, ગામના સરપંચ હિતેશજી ઠાકોર, ઉપસરપંચ ભાલુજી ઠાકોર, ભાટસણ આરોગ્ય કેન્દ્ર ર્ડા. હેમલતાબેન પરમાર, શાળાના આચાર્ય, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા.

સાંતલપુર તાલુકામાં 580 કેસ છતાં માત્ર 27 % જ રસીકરણ, જિલ્લા અને તાલુકાના અધિકારીઓ દ્વારા પ્રચાર કરાયો છતાં પણ લોકો વેક્સિન લેવા તૈયાર નથી
સાંતલપુર તાલુકામાં 580 જેટલા કેસ નોંધાયા હતા. પણ લોકો રસી લેવા માટે તૈયાર નથી. અધિકારીઓ દ્વારા વેક્સિન લેવા માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે પણ લોકો વેક્સિન લેવા માટે તૈયાર નથી. 45 વર્ષથી ઉપરના લોકોના ટાર્ગેટ પ્રમાણે પણ અમુક ગામોમાં 10થી 15 ટકા જેટલું રસીકરણ થયું છે. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ સાંતલપુર પંથકમાં 45 વર્ષથી ઉપરના લોકોમાં વારાહીમાં 3000ના ટાર્ગેટ સામે માત્ર 500 લોકોએ જ વેક્સિન લીધી છે.

સાંતલપુરમાં 1700 સામે 250 લોકો, કોરડામાં 1184 સામે 192, વૌવા 1058 સામે 263 લોકો જ્યારે લોદરામા 820 સામે 161 લોકોએ વેક્સિન લીધી છે. સાંતલપુર તાલુકામાં લોકોની વેક્સિન લેવા માટે બે દિવસ પહેલાં જિલ્લા કલેક્ટર દ્વારા મિટિંગ કરી અને સમિતિની રચના કરવામાં આવી હતી. જ્યારે નાયબ કલેકટર દ્વારા પણ તાલુકા ડેલીકેટ અને જિલ્લા ડેલીગેટ સાથે પણ મીટીંગ યોજી વાર્તાલાપ કર્યો હતો અને પોતાના વિસ્તારમાં જઈ લોકોને વેક્સિન લેવા માટે સમજાવો પણ આ વિસ્તારના લોકો વેક્સિન લેવા માટે તૈયાર જ નથી.

અન્ય સમાચારો પણ છે...