તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાકાળી માતાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ:ઠાકોર સમાજનાં વ્યસન મુક્ત સમાજ બને અને શિક્ષણનો વ્યાપ વધારવા ગેનીબેનનું આહવાન

ખારેડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
વાહણા મુકામે મહાકાળી માતાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ - Divya Bhaskar
વાહણા મુકામે મહાકાળી માતાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
 • સરસ્વતીના વાહણા ગામે ત્રીદિવસીય મહાકાળી માતાનો પ્રાણપ્રતિષ્ઠા યોજાઇ

સરસ્વતી તાલુકાના વાહણા (સેમાણીપુરા) મુકામે ત્રીદિવસીય મહાકાળી માતાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં યજ્ઞના આચાર્યપદે કર્મકાડી પુનિતકુમાર રમેશચંદ્ર શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર વિધી કરી હતી. કોરોનાની મહામારીને પગલે દરેક લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે વ્યશન મુકત સમાજનું નિર્માણ કરવું હશે તો સૌએ સાથે બેસીને બીજા સમાજના દાખલા લેવાં પડશે.ઠાકોર સમાજ સિવાયની અન્ય સમાજો કેટલી આગળ છે તે માત્રને માત્ર શિક્ષણના પ્રતાપે વધી છ,આપણા સમાજનાં વ્યસન મુક્ત સમાજ થાય અને શિક્ષણનો વ્યાપ વધે તેવું લોકોને આહવાન કર્યુ હતુ. ઉપરાંત બેન દિકરીઓને પણ ગુટખા અને મોબાઇલથી દુર રહેવા અનુરોધ કર્યો.

ધારાસભ્યો ચંદનજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ, ઠાકોર વિકાસ નિગમના પૂર્વ અદ્યક્ષ નંદાજી ઠાકોર, બનાસકાંઠા જીલ્લા ઉપપ્રમુખ ભુપતજી ઠાકોર સહિત સમાજના આગેવાનો હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો