ખેડૂતોમાં ચિંતા:સરસ્વતી પંથકમાં દિવેલા પાકમાં ઈયળોના ઝુંડ છોડના પાન કોરી ખાતાં ખેડૂતો ચિંતિત

નાયતા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિવેલાના પાક માં લીલી ઈયળોનો ભારે ઉપદ્રવ થયો છે - Divya Bhaskar
દિવેલાના પાક માં લીલી ઈયળોનો ભારે ઉપદ્રવ થયો છે
  • તાલુકામાં 11250 હેક્ટરમાં દિવેલાનું વાવેતરમાં ઈયળોથી સંકટમાં

સરસ્વતીના વાગડોદ પંથકમાં દિવેલાના વાવેતરમાં ઈયળોનો ઉપદ્રવ થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. પંથકના જંગરાલ, વાધી, અબલુવા, ધનાસરા નાયતા સહિત ગામોના ખેડૂતોના દિવેલાના છોડના પાન પર અસંખ્ય પીળા રંગની ઈયળો જોવા મળી છે. જેને લઈ તાલુકામાં 11250 હેક્ટરમાં દિવેલાનું વાવેતરમાં ઈયળોથી સંકટમાં આવી ગયું છે. સરસ્વતીના જંગરાલ ગામના ખેડૂત ગગાજી સહેદવજી ઠાકોરે જણાવ્યું હતું કે બે-ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે દિવેલા વાવેતરમાં ઈયળોનો દેખાડો થતાં તેમાં પીળા કલરની ઈયળોનું ઝુડ દિવેલા છોડના પાન કોરી ખાય છે.

ધનાસરા ગામના ખેડૂત શાન્તિભાઈ ભગવાનભાઈ જોષીએ જણાવ્યું હતું કે દિવેલાના છોડ નાના છે જેથી શરૂઆતમાં ઈયળો નો દેખાડો દીધો છે.દિવેલા પાંદડા પર અસંખ્ય પીળા કલરની ઈયળો પડવાથી છોડને નુકસાન પહોંચાડી રહી છે. ખેતીવાડી ગ્રામસેવક એસ.આઈ ચૌહાણ જણાવ્યું કે દિવેલામાં પ્રતિકુળ હવામાનને કારણે જુદા જુદા પ્રકારની ઈયળોનો ઉપદ્રવ જોવા મળે છે અને પાકને નુક્સાન ઈયળો પહોંચાડતી હોય છે જેને ધ્યાને લઈ પાક બચાવવા ઈયળોનો નિયંત્રણ લેવા ઉપાયો કરવા જોઈએ.

પાક બચાવવા ઉપાય
ઈમામેકટીન બેન્જોએટ 5% એસ.જી 16 લીટર પાણીમાં 10 ગ્રામ આપવું અથવા કલોરો+ સાયપર 16 પાણીમાં 20 એમ.એલ પંપ દ્વારા છંટકાવ કરવો તેવી ખેડૂતોને ભલામણ ગ્રામસેવકે કરી હતી.તેમણે જંગરાલના ખેડૂતે જાણ કરતા ખેડૂતના ખેતરમાં જઈને ઈયળનું નિરીક્ષણ કર્યું હતું અને રૂંવાટીવાળી ઈયળ કેહવાય છે. શક્ય બને તો દિવેલાનો છોડ ઉખાડીને બાળી નાખવાથી ઈયળોનો નાશ થાય છે. ગ્રામ સેવક દ્વારા દિવેલાના વાવેતરમાં ઈયળોનુ નિરીક્ષણ કરી ખેડૂતોને ભલામણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...