વિવાદ:સરસ્વતી તાલુકાના ગામોની સીમની જમીનોમાં ખૂટ મરાતાં ખેડૂતો ચિંતીત

નાયતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીએલઆર વિભાગે ખૂંટ મારી નિશાની બતાવતાં ચિહ્ન દોર્યાં
  • ધનાસરા,ધારૂસણ, રખાવ,નાયતા, મોરપા, કિમ્બુવા સહિતના ગામમાં કામગીરી

સરસ્વતીના ધનાસરા, ધારૂસણ, રખાવ, નાયતા, મોરપા, કિમ્બુવા સહિત તાલુકાના અલગ અલગ ગામના સીમ વિસ્તારમાં ડીએલઆર વિભાગ દ્વારા ખુંટ મારી નિશાની બતાવતા નિશાન ચિહ્નન દર્શાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ બાબતે ખેડૂતો અજાણ હોઈ તેનાથી ખેડૂતમાં અનેક પ્રશ્નો ઉઠ્યા છે.ત્યારે મળતી માહિતી મુજબ નેશનલ હાઇવે સિકસ લાઈન આ કામગીરી થઈ રહી હોવાની ચર્ચાઓ જાગી છે.

આ બાબતે કિસાન કોંગ્રેસ પ્રમુખ ભુરાભાઈ જોષીએ જણાવ્યું હતું કે ખેડૂતો પાસે આવા પ્રોજેક્ટથી ખેતી લાયક જમીન બચશે નહી અને જે ખેડૂત એક-બે વિઘો જમીન ધરાવે છે. તેમની જમીન કપાઈ જવાથી ખેડૂત રહેશેે નહિ તો સરકારને મારી વિનંતી છે કે વિકાસનો વાંધો નથી પણ ખેડૂતની જમીન ન હડપવામાં આવે અને સંપાદન થાય તો યોગ્ય વળતર આપવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...