લોકોમાં હાલાકી:ગ્રાન્ટના અભાવે વાહણાથી ભાટસણ ગઢને જોડતો 40 મીટર રસ્તો અધૂરો

ખારેડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોની રજૂઆત બાદ હાલ 160 મીટર સીસી રોડ બનાવાયો
  • ​​​​​​​બંને ગામમાં અવર જવર તેમજ ખેતરે જવા લોકોમાં હાલાકી

સરસ્વતી તાલુકાના વાહણા ગામે જીવાણીવાસમાં થઇ ભાટસણ ગઢને જોડતો 200 મીટરના અંતરે કાચા રસ્તા ઉપર સીસી રોડ બનાવવા માટે ગ્રામજનોએ માંગણી કરી હતી. તેમાં 160 મીટર સુધી સીસી રોડ બની ગયો છે પણ 40 મીટર જેટલો રસ્તો ગ્રાન્ટના અભાવે બાકી રહી જતાં તેમાં વરસાદી પાણી ભરાઇ જતાં ગામથી ખેતર વિસ્તાર જવાં માટે અને નજીકમાં આવેલ રામદેવપીર અને બહુચર માતાજીનાં મંદિરે દર્શન કરવા આવતાં લોકોને તકલીફ પડી રહી છે.સિદ્ધપુર ધારાસભ્યના કાર્યલયમાંથી વાલજીજી ઠાકોરે જણાવ્યું હતું કે ગ્રાન્ટના અભાવે રસ્તો અધુરો રહયો છે તે દિવાળી સુધી પુરો થઇ જશે એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...