તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળાના પ્રારંભે પાણીના પોકાર:ભાટસણથી વાગડોદ પટ્ટાના ગામનાં તળાવોમાં પાણી સુકાઈ જતાં હાલાકી

ખારેડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખારેડાનું તળાવ પાણીના અભાવે ખાલીખમ ભાસી રહ્યું છે. - Divya Bhaskar
ખારેડાનું તળાવ પાણીના અભાવે ખાલીખમ ભાસી રહ્યું છે.
  • ખારેડાનું ગામ તળાવ ખાલીખમ થઈ ગયું
  • જળ સંચય યોજના હેઠળ કે દાંતીવાડા ડેમનું પાણી પંથકના તળાવમાં છોડવા માંગ

સરસ્વતી તાલુકાના ભાટસણથી વાગડોદ સુધી પટ્ટાના ગામડાઓમાં આવેલા વરસાદ આધારિત તળાવો ઉનાળાના સમયે ખાલીખમ થઇ જાય છે. જેથી જળચર જીવો, પશુ, પક્ષીઓ માટે દર ઉનાળે આ વિસ્તારમાં પીવા માટે પાણીની તંગી વર્તાય છે.રાજ્ય સરકાર દ્વારા જળસંચય યોજના હેઠળ આ વિસ્તારના ગામડાઓના તળાવો ઉંડા કરાવે છે પરંતુ તળાવોમાં બારે માસ પાણીનો સંગહ રહે તે માટે સુજલામ સુફલામ નહેર અથવા દાંતીવાડા ડેમ મારફતે પાણી નાખવામાં આવે તો તળાવો જીવિત થઇ શકે તેમ છે.

આ વિસ્તારના ગામડાઓના તળાવો ચોમાસામાં વરસાદથી ભરાય છે. શિયાળા સુધી થોડા ઘણા અંશે પાણી ચાલે છે. પરંતુ ઉનાળાની શરુઆત થતાં તળાવો ખાલીખમ થઇ જાય છે. ભાટસણથી વાગડોદ સુધીનાં ગામ તળાવો પાણીના અભાવે ખાલી થઈ જતાં પશુપાલકો અને ખેડૂતોની ચિંતામાં વધારો થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો