રજૂઆત:સરસ્વતીના સાંપ્રાથી ઉંટવાડા સુધીનાં 25 ગામ તળાવમાં પાણી નાખવા માંગ

ખારેડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉનાળા પહેલાં જ સરસ્વતી તાલુકામાં તળાવનાં તળિયાં દેખાવા લાગ્યાં. - Divya Bhaskar
ઉનાળા પહેલાં જ સરસ્વતી તાલુકામાં તળાવનાં તળિયાં દેખાવા લાગ્યાં.
  • કસરાથી દાંતીવાડા પાઈપ લાઈનનો લાભ આપવા રજૂઆત
  • આનંદીબેન પટેલે કરેલા ખાતમુહૂર્તનું અટકેલું કામ નવા બજેટમાં મંજૂર

કાંકરેજના કસરાથી દાંતીવાડા પાઇપ લાઇન દ્વારા પાણી નાખવા બાબતે રાજ્ય સરકારે બજેટમાં જોગવાઈ કરી છે તે અંતર્ગત સરસ્વતી તાલુકાના સાંપ્રાથી ઉંટવાડા સુધી 25 ગામોના વરસાદ આધારિત તળાવો નર્મદાના પાણીથી ભરાય તેવી માંગ ઉઠવા પામી છે .

સરસ્વતી તાલુકાના તથા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની હદમાં આવતા 25 ગામોના તળાવો ચોમાસામાં થોડા અંશે વરસાદી ભરાય છે તે પાણી ચોમાસા પુરતુ જોવા મળે છે. પછી શિયાળા અને ઉનાળામાં તળાવો ખાલીખમ થઈ જાય છે.

સરસ્વતી તાલુકા ભાજપ પ્રમુખ રમેશજી ઠાકોરે જણાવ્યુ હતુ કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા આધારિત કસરાથી દાતીવાડા પાઇપલાઇન નાખવા અગાઉના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કસરાથી ખાતમુહૂર્ત કર્યું હતું.

તે કામ અટકી પડ્યુ હતુ. હવે સરકારે બજેટમાં મંજુર કર્યુંુ છે. તેમાં સરસ્વતી તાલુકાના સાંપ્રાથી ઉંટવાડા સુધીના 25 ગામોના તળાવો સુજલામ સુફલામ યોજના દ્વારા ભરવા માટે તાલુકાના સંકલન સમિતિની બેઠકમાં ઠરાવ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...