ખેડુતોને નુકશાન:પાછોતરા વરસાદથી સરસ્વતી તાલુકામાં કઠોળના પાકને નુકસાન

ખારેડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અડદની સીગો ફુગાઇને ખરી પડી,સડી ગઈ, તલના પાકમાં નુકસાન

સરસ્વતી તાલુકામાં ખેડૂતો દ્વારા ચાલું ચોમાસાની સિઝન દરમિયાન કપાસ, જુવાર, એરંડા, બાજરી ઘાસચારો તેમજ કઠોળનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં સતત પાછોતરા વરસાદના કારણે કઠોળનો પાક પલડી જતાં ખેડુતોને નુકશાન વેઠવાનો વારો આવતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મુના ગામના ખેડૂત દસરથભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે પાછોતરા વરસાદ પડવાની સાથે જ અડદની ફળીઓ સડી જતાં મારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

ખારેડાના ખેડુત ચંદનજી ઠાકોરે છ વિઘા જમીન વિસ્તારમાં અડદનું વાવેતર કર્યું હતું તે કાપણીના સમયે વરસાદ ચાલું રહેતાં અડદની સીગો ફુગાઇને ખરી પડતાં 60 ટકા નુકશાન થવાની દહેશત વ્યક્ત કરી હતી. દોલાજી ઠાકોરે જણાવ્યું હતું કે એક વીઘામાં તલનું વાવેતર કર્યું હતું સતત વરસાદ ચાલું રહેતાં તલના પાકમાં નુકશાન થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...