ખેડૂતો ચિંતિત:સરસ્વતી પંથકમાં એરંડા અને ઘાસમાં ઈયળોના ઉપદ્રવથી ખેડૂતોમાં ચિંતા

સરસ્વતી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈટા, રવિયાણા સહિત ગામોના ખેડૂતો ઈયળોથી પરેશાન
  • ગામ સેવકે ઈયળોના નિયંત્રણ માટે દવા છંટકાવની ભલામણ કરી

સરસ્વતી તાલુકાના કોઇટા, રવિયાણા સહિત ગામોના ખેતરોમાં એરંડાના પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતાં ખેડૂતોની ચિંતા વધી છે. જ્યારે પશુઓના નિરણ માટે ઘાસમાં પણ ઈયળો દેખાતાં હાલત કફોડી બની છે.

કોઇટા ગામના પશુપાલક દિનેશજી નારણજી ઠાકોરે જણાવ્યુ હતું કે અમારા ખેતરો પશુઓને નિરણ માટે જવ, રજકો, ચિકુડીનું વાવેતર કર્યુ હતું. કાપણીના સમયે થોડા સમયમાં ચોમાસાની ચુડવેલની માફક અચાનક ઇયળોનો વધારો થઇ જતા તમામ લીલો ઘાસચારો કોરી ખાધો છે. કોઇટા અને ભાટસણ સેજાના ખેતીવાડી ખાતાના ગામ સેવકો દ્વારા ઇયળોનો નાશ કરવા દવાનો છંટકાવ કરવા ખેડૂતોને ભલામણ કરાઈ.

ગ્રામ સેવક સુરેશભાઈ ચોહાણના જણાવ્યા મુજબ ઈમામેકટીન બેન્જોએટ 5 % એસજી 16 લીટર પાણીમાં 10 ગ્રામ આપવુ અથવા કલોરો સાયપર 16 લીટર પાણીમાં 20 એમએલ છંટકાવ કરવો. પ્રોફેનો સાયપરમીથેન, ઈમામેક્ટીન, ક્લોરોફાયરીફોસ 20%, જેવી દવાથી ઈયળનો નાસ થાય છે.

અન્ય સમાચારો પણ છે...