તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:મેસર બાદ કાતરા ગામના ખેડૂતોની બાજરી પણ ન લેવાતાં પાછા ફરવું પડ્યું

નાયતા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાજરીમાં ઈયળ છે તેવું કહી ઊઝાની એજન્સી દ્વારા ટેકાના ભાવે બાજરી લેવાનો ઈન્કાર કરતાં ખેડૂતો અને અધિકારોીઓ વચ્ચે રકઝક

સરકાર દ્વારા ટેકાના ભાવે ખેત ઉપજોની ખરીદીની જાહેરાત પછી ચકાસણી કરવાની જવાબદારી ખાનગી કંપનીઓને સોંપી છે. ત્યારે મેસર પછી સરસ્વતી તાલુકાના કાતરા ગામના ખેડૂતોનો બાજરીનો જથ્થો પણ સ્વીકારવામાં આવ્યો નહોતો. ખેડૂતોને ગોડાઉનના અધિકારીએ કાલે ફરી સાફસુફી કરીને બાજરી લાવવા કહ્યું હતું તેવુ ખેડૂત પરશોત્તમભાઈ પટેલે જણાવ્યું હતું. બે મહિના અગાઉ ટેકાના ભાવે બાજરી વેચવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને સોમવારે ખેડૂતોને મેસેજ મળતા મંગળવારે કાતરા ગામના 7 ખેડૂતો 5 જેટલા ટ્રેક્ટરમાં 188 બોરી બાજરી ટેકાના ભાવે વેચવા ભુતિયાવાસણા નજીક સરકારી ગોડાઉનમાં આવ્યા હતા.

જ્યાં ઊંઝાની એજન્સી એન.સી.એમ.એલના બે કર્મચારીઓએ બાજરીમાં ઈયળ છે તેવું કહી લેવાનો ઈન્કાર કરતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. કલાકો બાદ સરસ્વતી મામલતદાર અને પુરવઠા વિભાગ અધિકારી આવ્યા બાદ ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે લાંબો સમય રકઝક થઈ હતી. અંતે એક ખેડૂત પટેલ ધુડાભાઈ માધાભાઈની બાજરી સારી છે તેમ કઈને લેવાની શરૂઆત કરી હતી. આક્રોશ ઠાલવતા ખેડૂતોએ સરકાર દેખાદેખી કરે છે અને અમારે તો ગંજબજાર બરાબર છે તેવી પ્રતિક્રિયા જયંતિભાઈ પટેલ અને અન્ય ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

ઉણપ કે ઈયળ હશે તો બાજરી નહીં લેવાય
ઊંઝાની એજન્સીના કર્મચારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે બાજરીમાં થોડી પણ ઉણપ દેખાય અથવા ઈયળ દેખાય તો અમે ખેડૂતનો માલ ખરીદતા નથી અને એટલે રૂ.430 ભાવ આપે છે. ગોડાઉન મેનેજર વી.એચ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે પહેલીવાર ટેકાના ભાવે 20થી 25 બોરી ખરીદવાના શ્રીગણેશ થયા છે. લાંબો સમય સુધી બાજરી સાચવવી પડે છે જેથી ઈયળો હોય તો ખેડૂતની બાજરી ના ખરીદવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓની મનાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો