સરસ્વતી તાલુકાના યુવાવર્ગ દ્વારા ઠાકોર વિકાસ નિગમ બોર્ડ ગાંધીનગર દ્વારા ધંધા રોજગાર પશુ પાલન અને બાળકો ને ભણાવવા માટે મિલકત બોજાના આધારે 600 જેટલા લોન લેવા ઓનલાઇન ફોર્મ ભર્યા હતા તેમાં કેટલાક લોકો ને હજુ સુધી લોન મળેલ નથી જેઓ સત્વરે આર્થિક સહાય ઝંખી રહ્યા છે.અગાઉ ઠાકોર વિકાસ નિગમના ચેરમેન નંદાજી ઠાકોર હતા તે સમયે ઘણા ઠાકોર સમાજના લોકોને લોન મળી હતી તેના પછી સરસ્વતી તાલુકામાં 600 જેટલા લોકોએ લોન લેવા અરજીઓ કરી છે તેમાં અમનેહજુ સુધી લોન મળી નથી તેવું મનુજી લાડજીજી ઠાકોરે જણાવ્યુ હતું.
સરસ્વતી તાલુકાના દેલવાડા ગામના 3 અરજદારોએ તા.22 11 2021 ના રોજ લોન બાબતે અરજી કરેલ તેના પછી લોન મંજૂરીનો ટપાલ દ્વારા હુકમ પત્ર મળ્યો હતો. પંચાયતમાં મિલકત બોજો નોંધાયો છતાં લોન ન મળતા આ બાબતે વાયડ જિલ્લા પંચાયત સીટના ડેલિકેટ રણજી ઠાકોર દ્વારા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુધી લેખિત રજૂઆત કરી છે.
આજ રીતે રવિયાણાના યુવાનો દ્વારા 17 ફોર્મ ભરાયા હતા તેમાં 7 લોકોને લોન મંજૂર થઈ હતી. 10 લોકોને હજુ સુધી લોન મળી નથી તેવું ગામના પૂર્વ સરપંચ ભુપતજી મોબતાજી ઠાકોરે જણાવ્યુ હતુ. ખારેડા ગામના 7 યુવાનો દ્વારા લોન માટે 2021માં ફોર્મ ભરાયા હતા તેની વળતી ટપાલ મને મળી પરંતુ લોન મળેલ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.