ગૌરવ:સરસ્વતીના મહાદેવપુરાની 6 દીકરીઓનું નેશનલ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં સિલેક્શન

નાયતા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહાદેવપુરાની 6 દીકરીઓનું નેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ રમશે. - Divya Bhaskar
મહાદેવપુરાની 6 દીકરીઓનું નેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ રમશે.
  • પાલનપુર ખાતે યોજાયેલ સિલેક્શન કેમ્પમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા પસંદગી

સરસ્વતી તાલુકાના મહાદેવપુરા ગામની ઠાકોર સમાજની એક સાથે 6 દિકરીઓનું નેશનલ ફુટબોલ ટૂર્નામેન્ટ ટીમમાં પંસદગી થતાં સમગ્ર પાટણ અને ઠાકોર સમાજમાં ગૌરવની લાગણી પ્રસરી જવા પામી છે. સરસ્વતીના મહાદેવપુરા ગામની દીકરીઓ છેલ્લા લાંબા સમયથી ફૂટબોલ સ્પર્ધામાં પોતાનું પ્રભુત્વ બનાવ્યું છે.

તાજેતરમાં પાલનપુર ખાતે રમાયેલ ફુટબોલ એસોસિએશન સિનિયર બહેનોમાં નેશનલ લેવલ કેમ્પ યોજાયો હતો. જેમાં સરસ્વતી તાલુકાના મહાદેવપુરા ગામની 6 દીકરીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં બહેનોની નેશનલ કેરલા ખાતે યોજાનાર ફુલબોલ સ્પર્ધા માટે પસંદગી થવા પામી છે. આગામી સમયમાં દીકરીઓ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જશે. નાનકડા ગામમાંથી ઓછી સાધન સામગ્રી અને સુવિધાઓ વગર દીકરીઓ મહેનત કરી નેશનલ ટુર્નામેન્ટ માટે પસંદગી પામતા સમગ્ર ગામમાં અને પ્રા.શાળા તેમજ જિલ્લામાં આનંદની લાગણી જોવા મળી હતી.

દીકરીઓના નામ
(1) ઠાકોર અંજનાબેન ભુરાજી
(2) ઠાકોર શિલ્પાબેન પ્રહેલાદજી
(3) ઠાકોર ભારતીબેન પ્રહેલાદજી
(4) ઠાકોર કિંજલબેન બીજલજી
(5) ઠાકોર કંચનબેન બીજલજી
(6) ઠાકોર કંકુબેન અમરતજી

અન્ય સમાચારો પણ છે...