તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંતલપુરની ઘટના:પાટણના મઢુત્રાની કેનાલમાં યુવક ડૂબ્યો, તરવૈયાઓ 15 કલાકથી કરી રહ્યાં છે યુવકની શોધખોળ

પાટણ24 દિવસ પહેલા
 • કેનાલમાં પાણીનો વધારો હોવાથી યુવકને શોધવામાં મુશ્કેલી
 • કેનાલ પાસેથી યુવકની બાઈક અને ચપ્પલ મળી આવ્યા

સાંતલપુર તાલુકાના મઢુત્રા પાસે આવેલી કેનાલમાં યુવક ડૂબ્યો હોવાની જાણ થતાં લોકોના ટોળા એકઠાં થયા હતા અને સ્થાનિક તરવૈયાઓએ ડૂબેલા યુવકને શોધવાની કવાયદ હાથ ધરી હતી. 15 કલાક જેટલો સમય વીતી ગયો હોવા પછી પણ યુવકની ભાળ ન મળતા પરિવારમાં ચિંતાનું મોજું ફળી વળ્યું છે. બનાવની જાણ થતાં મામલતદાર, પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને યુવકને શોધવા પ્રયાસો હાથ ધરાયા છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સાંતલપુર તાલુકાના વૌવા ગામનો સુખદેવ નામનો યુવક બાઈક લઇને ઘરેથી નીકળ્યો હતો. જોકે સાંજ સુધી યુવક પરત ન ફરતા પરિવારજનો દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન મઢુત્રાની કેનાલ પાસે યુવકની બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા. જેથી ગ્રામજનો અને પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.

યુવક કેનાલમાં ડૂબ્યો હોવાનું જણાઇ આવતા એકઠાં થયેલા પરિજનો અને સ્થાનિકોએ યુવકની કેનાલમાં શોધખોળ આદરી હતી. સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં યુવકને શોધી રહ્યાં છે, પરંતું કેનાલમાં પાણીનો વધારો હોવાથી યુવકની ભાળ મળી રહી નથી. બનાવ સંદર્ભે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને યુવકને શોધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો