રિકાઉન્ટીંગ:જાખોત્રામાં હારેલા ઉમેદવારની રિકાઉન્ટીંગ બાદ 13 મતથી જીત

સાંતલપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામજીભાઈને 13 મતથી સરપંચ તરીકે વિજેતા જાહેર
  • વિજેતા ઉમેદવારને 1 મત વધુ હોઈ રિકાઉન્ટીંગ કરાતાં ચૌધરી રામજીભાઈને 675 મત મળ્યા

સાંતલપુર તાલુકામાં જાખોત્રા ગ્રામ પંચાયતની મત ગણતરી સવારે શરૂ કરવામાં આવી હતી. જે બપોરે 2:00 કલાકે મતગણતરી પૂર્ણ થઈ હતી. જેમાં સરપંચના ઉમેદવાર તરીકે ચૌધરી ડામરાભાઈને હરીફ ઉમેદવાર કરતા એક મત વધારે મળેલ હતો. જેને લઇને હરીફ ઉમેદવાર ચૌધરી રામજીભાઇ દ્વારા રિકાઉન્ટીંગ માટે અરજી આપતા ફરીથી મત ગણતરી શરૂ થઈ હતી. રિકાઉન્ટીંગ બાદ હરીફ ઉમેદવાર ચૌધરી રામજીભાઈ 13 મતથી વિજેતા જાહેર થયા હતા.

જાખોત્રા શરૂઆતમાં થયેલ મત ગણતરીમાં ચૌધરી ડામરાભાઈને 671 મત મળ્યા અને ચૌધરી રામજીભાઈને 670 મત મળ્યા હતા. ચૌધરી રામજીભાઇ દ્વારા રિકાઉન્ટીંગ કર્યા બાદ ચૌધરી ડામરાભાઈને 662 મત અને ચૌધરી રામજીભાઈને 675 મત મળતાં ચૌધરી રામજીભાઈને 13 મતથી વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. જાખોત્રા બેઠક પર હારેલા ડામરાભાઈના પિતા પણ અગાઉ સરપંચ પદે ચૂંટાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...