તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:છાણસરા પાસે વિજથાંભલા ભરેલી ટ્રેક્ટરની ટ્રોલી પલટતાં બેનાં મોત

વારાહીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વીજ થાંભલા ભરેલી ટ્રોલી સાથે ટ્રેક્ટર રોડ વચ્ચે પલટી મારી - Divya Bhaskar
વીજ થાંભલા ભરેલી ટ્રોલી સાથે ટ્રેક્ટર રોડ વચ્ચે પલટી મારી
  • રસ્તામાં આવેલા કુતરાને બચાવવા જતા ચાલકે કાબુ ગુમવતાં અકસ્માત

સાંતલપુરના છાણસરા ગામ નજીક રસ્તામાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી મારી જતા વીજ થાંભલા નીચે દબાઇ જતા સાંતલપુર તાલુકાના બે યુવાનોના મોત નિપજ્યાં હતા. સાંતલપુર તાલુકાના સાદપુરા ગામનાં કિશનકુમાર રતિલાલ ઠાકોર તેમજ પ્રહલાદભાઈ સોમાભાઈ ઠાકોર વીજ થાંભલા ભરવાનું ઉતારવા અને ઉભા કરવા માટે કામગીરી કરતા હતા. છાણસરા ખાતે આવેલ રેલવે સ્ટેશન પાસે નવીન વીજલાઈન ઉભી કરવાની હોઈ 6 જુલાઇના સવારે ૮.૩૦ કલાકે વારાહી UGVCL કચેરીથી ટ્રેક્ટરની ટ્રોલીમાં 6 વીજ થાંભલા ભરી છાણસરા ખાતે જવા રવાના થયું હતું.

ઠાકોર કિશનકુમાર, ઠાકોર પ્રહલાદભાઈ
ઠાકોર કિશનકુમાર, ઠાકોર પ્રહલાદભાઈ

ત્યારે ટ્રેક્ટર પરસુંદ ગામને પસાર કરતાં રસ્તામાં અચાનક કૂતરાં આવતાં તેને બચાવવા જતા ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવતા વીજ થાંભલા ભરેલી ટ્રોલી સાથે ટ્રેક્ટર રોડ વચ્ચે પલટી મારી ગયું હતું. ટ્રોલીમાં ભરેલા વીજ થાંભલા નીચે કિશનકુમાર ઠાકોર અને પ્રહલાદભાઈ ઠાકોર દબાઈ જતા બંને યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. અકસ્માતની જાણ થતાં યુજીવીસીએલ કચેરીના અધિકારીઓ અને મૃતક યુવકોના સગાવ્હાલા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ કાર્યવાહી બાદ મૃતક યુવકોની લાશને પોસ્ટમોર્ટમ માટે વારાહી સીએચસી ખાતે લાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...