ચાર ચોરીઓ કર્યાનું કબુલ્યું:સાંતલપુરમાં ઘરફોડ અને કેબલ ચોરીના ફરાર બે આરોપી ઝબ્બે

સાંતલપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાભરના 2,વારાહી અને ઝાઝણસરના શખ્સ સાથે મળી સાંતલપુર તાલુકામાં 4 ચોરીઓ કર્યાનું કબુલ્યું

સાંતલપુર તાલુકામાં ઘરફોડ અને કેબલ ચોરીના ગુનામાં નાસતા ફરતા બે શખ્સોને વારાહી પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સોએ અન્ય બે શખ્સો સાથે મળી સાંતલપુર તાલુકામાં ચાર ચોરીઓ કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે ફરાર બે આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.

વારાહી પોલીસ બાતમી આધારે વારાહી હાઇવે પર સર્કિટ હાઉસ પાસે માળી પ્રભુભાઈ નાથાભાઈ (રહે. મહાલક્ષ્મી સોસાયટી ભાભર)ને ઝડપી પૂછપરછ કરતાં તેણે કિશોરભાઈ માવજીભાઈ દેવીપુજક રહે.વારાહી તેમજ મુકેશભાઈ નરસિંહભાઈ મળી રહે.ભાભર અને તેનો મિત્ર નારણભાઈ વેલાભાઈ ઠાકોર રહે.ઝાઝણસરે અઢી મહિના પહેલા ઝાઝણસરમાં બોરની ઓરડીમાં, કોલીવાડા ગામમાં બંધ મકાનમાં ચોરી કર્યાની કબુલાત કરી હતી. વારાહી પોલીસે ઠાકોર નારણભાઈને ઝડપી પૂછપરછ કરતા નલિયા અને બામરોલી ગામે બોરના કેબલની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઝડપાયેલ બે શખ્સોએ સાંતલપુર તાલુકામાં 4 ચોરીઓને અંજામ આપ્યાની હકીકત સામે આવતાં પોલીસે કિશોરભાઈ દેવીપુજક અને મુકેશભાઈ માળીને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા.

વારાહી પોલીસે ઝડપી પડેલ આરોપી માળી પ્રભુભાઈ નાથાભાઈ પાટણ,રાધનપુર,ભાભર, દિયોદર, ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ 15 ચોરીના ગુના આચર્યા છે.

અન્ય સમાચારો પણ છે...