લોકોમાં ફફડાટ:સાંતલપુરના કોરડા અને જારૂષાના 4 મંદિરોમાંથી રૂ 70 હજારની ચોરી

વારાહીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ રાત્રે પંથકના ચાર મંદિરમાં ચોરી થતાં લોકોમાં ફફડાટ
  • તસ્કરો સોના, ચાંદીના આભૂષણો અને દાનપેટીની રકમ ચોરી જતાં ફરિયાદ

સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં બે અને જારુસા ગામે બે મળી ચાર મંદિરોમાં શુક્રવારની રાત્રે ચોર ભગવાનના સોના ચાંદીના આભૂષણો સહિત રૂ.70 હજારની મત્તાની ચોરી ગયા હતા.જારૂષા ગામના તળાવની પાળે આવેલ વેરાઈ માતાના મંદિરમાંથી ચોર મોટા છત્ર નંગ ચાર, નાના છત્ર નંગ ચાર, માતાજીનો સોનાનો ચાંદલો, ચાંદીનો મુગટ એક, ચાંદીનું મંગળસૂત્ર, સોનાના ગીલેટ વાળો હાર, સતી માતા મંદિરમાં ચાંદીનું છત્ર 2 મળી બે મંદિરોમાં 52000ની ચોરી થતાં કિશોરભાઈ ભાનુપ્રસાદ ઠાકરે ફરિયાદ નોંધાવી છે.

કોરડા ગામે ચામુંડા મંદિરમાંથી ચોર માતાજીની સોનાની નથણી એક, ચાંદીનું મોટું છત્ર એક, નાના છત્ર ત્રણ (કિંમત રૂ. 7000) અને દાનપેટી માંથી ચોરાયેલ રોકડા રૂ. 5,000 મળી રૂ.12000ની મત્તા જ્યારે બાજુમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિરમાંથી ચાંદીના છત્ર 2, ચાંદીનો મુગટ મળી રૂ. 6 હજારની મત્તાની થતાં ફરિયાદ નોંધાઈ છે. કોરડાના ચામુંડા માતા મંદિરમાં ચોર સીસીટીવીમાં કેદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...