તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રોનથી સરવે:સાંતલપુરના નાના રણમાં ડ્રોન કેમેરાથી સર્વે

વારાહી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સાંતલપુરના નાના રણમાં અગરીયાઓની ખરાઈ કરવા વન વિભાગની ટીમે ડ્રોનની મદદથી સર્વે હાથ ધર્યો. - Divya Bhaskar
સાંતલપુરના નાના રણમાં અગરીયાઓની ખરાઈ કરવા વન વિભાગની ટીમે ડ્રોનની મદદથી સર્વે હાથ ધર્યો.
 • અગરિયાઓની ખરાઈ કરવા વન વિભાગે નોટિસ આપી હતી છતાં આધાર પુરાવા રજુ ન કર્યા
 • એક ફોરેસ્ટ,ર એક બીટગાર્ડ અને ચાર વાઈલ્ડ લાઈફ રેસ્કયુઅરની ટીમે જીપીએસ સિસ્ટમવાળા ડ્રોનથી સર્વે હાથ ધર્યો

સાંતલપુર તાલુકામાં આવેલ કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની સંખ્યામાં થયેલા વધારાને લઈને વન વિભાગ દ્વારા અગરિયાઓને ખરાઈ કરવા મુદત આપવામાં આવી હતી. પરંતુ અગરિયાઓ દ્વારા આધાર પુરાવા રજુ ન કરાતાં વન વિભાગ દ્વારા રણમાં ડ્રોનની મદદથી ત્રણ દિવસથી સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાને અડીને આવેલ કચ્છના નાના રણને સરકાર દ્વારા ઘુડખર અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ છે.

રણમાં પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓની સંખ્યા કરતા વધારે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કાર્ડ ઈસ્યુ કરાતાં અગરિયાની આડમાં અભ્યારણ્યમાં કેટલાક લોકો દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યુ હતુ. આવા ગેરકાયદેસર બની બેઠેલા અગરિયાઓની ખરાઈ કરવા બાબતે વન વિભાગ દ્વારા દિન -7 માં આધાર પુરાવા રજુ કરવા બાબતે રણમાં તમામ અગરિયાઓને નોટીસ આપવામાં આવી હતી. વન વિભાગ દ્વારા આપવામાં આવેલી મુદત બાદ પણ રણમાં મીઠું પકવતા અગરિયાઓ દ્વારા ખરાઈ બાબતે વન વિભાગને કોઈ જ આધાર પુરાવા આપવામાં આવ્યા ન હતા. જેને લઈને વન વિભાગના કર્મચારીઓએ જીપીએસ સિસ્ટમથી ડ્રોન કેમેરા દ્વારા રણમાં અગરિયાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

રિપોર્ટ ધ્રાંગધ્રા ડીએફઓને મોકલાશે
સર્વેની કામગીરી બાબતે આડેસર આર.એફ.ઓ. એચ.એન.મોદીએ જણાવ્યુ હતુ કે ત્રણેક દિવસથી એક ફોરેસ્ટ,ર એક બીટગાર્ડ અને ચાર વાઈલ્ડ લાઈફ રેસ્કયુઅર દ્વારા રણમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી હજુ ત્રણેક દિવસ ચાલશે. સર્વે થયા બાદ તમામ રીપોર્ટ અભ્યારણ્યના ડીએફઓને ધાંગધ્રા ખાતે કરવામાં આવશે. અને જે ખોટા કાર્ડ ઈસ્યુ થયા છે તે બાબતે ડીએફઓ દ્વારા પાટણ ખાતે જાણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો