હાલાકી:વારાહીમાં શોપિંગ સેન્ટરમાં કચરાના ઢગ ખડકાતાં દુકાનદારો દુર્ગંધથી ત્રાહિમામ

વારાહી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈ વ્યવસ્થા ન હોઈ આજુબાજુ વિસ્તારના લોકો કચરો નાંખી જાય છે

સાંતલપુર તાલુકાના મુખ્ય મથક વારાહી ખાતે મુખ્ય બજારમાં આવેલ ઉદય શોપિંગ સેન્ટરમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. 15થી 20 ટ્રેક્ટર ભરાય એટલા કચરા કારણે દુર્ગંધ ફેલાતાં ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છ. આજુબાજુના દુકાનદારો આ દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે .

શોપિંગ સેન્ટરની બાજુમાં રહેણાંક વિસ્તાર જેવા કે જૈન શેરી દેરાવાસ, કૃષ્ણચાલી વાસ, મુરલીધર વાસ, મહાજન વાળી વાસ સહિતના વિસ્તારના લોકોને કચરો નાખવાની કોઈ પણ વ્યવસ્થા ન હોવાથી લોકો શોપિંગની અંદર કચરો નાખી જાય છે આ કચરાના ઢગ તાલુકા વિકાસ અધિકારી કે ગ્રામ પંચાયત કે મામલતદારને દેખાતા નથી.તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં પણ અહીં સફાઈ ના નામે મીંડું જોવા મળી રહ્યું છે. સફાઈ કામદારો પણ મહિનામાં 15 દિવસ જ આવે છે. જ્યારે સફાઈ કામદારો પણ આ શોપિંગમાં કચરો નાખે છે આ ગંદકી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે તેવી દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...