પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વારાહી ખાતે જીલ્લાની મોટામાં મોટી ગૌશાળા આવેલી છે આ ગૌ શાળામાં ૫૦૦૦ જેટલી ગાયોની સેવા થાય છે. સાંતલપુર તાલુકામાં સાંતલપુર ખાતે વિરેશ્વર ગૌશાળા, રામદેવ ગૌશાળા, કોરડા વારાહીમાં ભીડ ભજન હનુમાનજી ગૌશાળા આવેલી છે. ભીડ ભજન હનુમાનજી ગૌશાળા 2005માં ઉત્તરાયણના દિવસે સાત ગાયથી હનુમાનજી મંદિરની જગ્યામાં ચાલુ કરવામાં આવી હતી અત્યારે આ ગૌશાળા એક વટવૃક્ષ સમાન બની ગઈ છે જેને ચાલુ સાલે 17 વર્ષ પૂરા થશે.
વારાહી ખાતે આવેલ ભીડ ભજન હનુમાનજી ગૌશાળામાં આશરે ૫૦૦૦ જેટલી ગાયોની સેવા કરવામાં આવી રહી છે પણ બે વર્ષથી કોરોના મહામારીને કારણે દાનનો પ્રવાહ પણ ઘટી રહ્યો છે એક બાજુ એક બાજુ કમોસમી વરસાદ બીજી બાજુ કોરોના મહામારીને લઇ ગામડામાંથી આવતા દાન પણ બંધ થઈ ગયું છે. પહેલા ખેડૂતો પાસેથી મોટી એવો ઘાસચારો મળતો હતો પણ બે વર્ષથી ઘાસચારો પણ બંધ થઈ ગયા હતા. ગૌશાળા ચલાવવી મુશ્કેલ બની રહી છે બે વર્ષ પહેલા ઉતરાયણ ઉપર દસથી વીસ લાખ રૂપિયાની આવક થઈ હતી પણ બે ઉત્તરાયણથી દાનની આવકમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ગૌ સેવકો દ્વારા વેપારીની દુકાનમાં પેટી મુકવામાં આવતી હતી તે આવક પણ 50 ટકા જેટલી ઘટી ગઇ છે. વધુને વધુ દાન મળે તે માટે પ્રયાસો થઈ રહ્યા હોવાનું નરપતસિહ વાઘેલા અને સંજય હાલાણીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.