તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગરામડી ગામે રેલ્વે કોન્ટ્રાક્ટર દ્વારા માટી ચોરી કરાતાં તપાસ કરવા સરપંચની માંગ

વારાહી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી ગૌચર પડતર જમીનમાં ખોદકામ કરી લાખો ટન માટીની ચોરી
  • સરપંચ માનાભાઈ આયરે મુખ્યમંત્રી અને કલેક્ટરને રજૂઆત કરી

સાંતલપુર તાલુકામાં ચાલતી રેલવેની બ્રોડ ગેજ લાઈનની કામગીરી કરતાં કોન્ટ્રાક્ટર દ્વારા તાલુકામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવેલી છે. જે બાબતે ખાણ ખનીજ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરાઈ હતી અને માત્ર છાણસરા ગામની જમીનમાં થયેલ ખોદકામ બાબતે કોન્ટ્રાક્ટરને દંડ આપવામાં આવ્યો હતો. આ પછી કોન્ટ્રાક્ટર દ્વારા ગરામડી ગ્રામ પંચાયતની હદમાં આવતી જમીનમાં ગેરકાયદેસર ખોદકામ શરૂ કરતાં સરપંચ માનાભાઈ દેવદાનભાઈ આયરે રાજ્યના મુખ્યમંત્રી અને કલેકટરને તપાસ થવા લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...