તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:71 જેટલા ગામડાં ધરાવતો સાંતલપુર તાલુકો ફાયર ફાઈટર સુવિધાથી વંચિત

વારાહી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાની મુલાકાતે આવેલા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ
  • રાધનપુરથી કે ખાનગી ફાયટર બોલાવવા પંથકના લોકો મજબૂર

જિલ્લામાં સાંતલપુર તાલુકો અતિ પછાત તાલુકો છે. આ તાલુકા મથક વારાહી ખાતે ફાયર ફાઈટરની સુવિધા જ નથી. જેથી મુલાકાતે આવેલા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. સાંતલપુર તાલુકામાં 71 જેટલા ગામોનો સમાવેશ થાય છે. તાલુકાના ગામોમાં આગ લાગવાનો બનાવ બને ત્યારે ફાયર ફાઈટર રાધનપુરથી બોલાવવાં પડે છે. અથવા તો પ્રાઇવેટ ફાયર ફાયટર દ્વારા આગને કાબુમાં લેવામાં આવે છે. આટલો મોટો વિસ્તાર હોવા છતાં આ તાલુકામાં ફાયર સેફટીની સુવિધા નથી. ત્યારે તાલુકા કોંગ્રેસના આગેવાન ભચાભાઈ આહીર દ્વારા કલેક્ટરે તાલુકાની મુલાકાત લીધી ત્યારે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...