રજૂઆત:વારાહી પ્રા.શાળા નં 1 અને 3 નવી બનાવવા શિક્ષણ મંત્રીને રજૂઆત

વારાહી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શાળા નં- 3માં રૂમોના અભાવે 2 પાળીમાં સ્કૂલ ચલાવાય છે
  • પ્રાથમિક શાળા નંબર 1 જર્જરિત હોવાને કારણે 5 વર્ષ પહેલા પાડી નાખ્યા બાદ આજ સુધી નવી બનાવાઈ નથી

સાંતલપુર તાલુકાના મુખ્ય મથક વારાહી ખાતે સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં શાળા નંબર એક અને શાળા નંબર ત્રણ નવી બનાવવા માટે ધારાસભ્ય દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરને લેખિત રજૂઆત કરી હતી.

સાંતલપુર તાલુકાના વારાહી ખાતે પ્રાથમિક શાળા નંબર એક આવેલી છે જે આજથી 5 વર્ષ પહેલા જર્જરિત હોવાને કારણે પાડી નાખવામાં આવી હતી પણ આટલો બધો સમય વીતી ગયો હોવા છતાં પણ નવી બનાવવામાં આવેલ નથી આજે એ સ્કૂલના બાળકો એક જર્જરિત સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે.

જ્યારે પ્રાથમિક શાળા નંબર ત્રણ જેમાં 650 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ સ્કૂલની અંદર રૂમનો અભાવ હોવાને કારણે બે પાળીમાં સ્કૂલ ચલાવવામાં આવી રહી છે. આ સ્કૂલમાં બે વર્ગ ભેગા ચલાવવામાં આવી રહ્યા છે.

આ બાળકોને સ્કૂલની અંદર રમવા માટે મેદાનની પણ વ્યવસ્થા નથી આ બંને સ્કૂલો નવી બનાવવા માટે ધારાસભ્ય લવિંગજી સોલંકી અને તાલુકા સદસ્ય ઇમરાન ખાન મલેક દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...