ડહોળું પાણી પીવા મજબૂર:સાંતલપુરના ગામોમાં પીવાલાયક પાણી મળતું ન હોવાથી રજૂઆત

સાંતલપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરી ચોખ્ખુ પાણી આપવા માંગ

સાંતલપુર તાલુકાના ૨૦ જેટલાં ગામો કચ્છ બ્રાન્ચ કેનાલ આધારિત પાણી પી રહ્યા છે પણ સરકાર દ્વારા કેનાલમાં પાણી બંધ કરતા આ વિસ્તારના લોકો કેનાલમાં પડેલો ફિલ્ટર વગરનું અને ડહોળું પાણી પીવા મજબૂર બન્યા છે.

સાંતલપુર તાલુકાના જજામ વરણોસરી કિરાણા રામપુરા વાવડી રોઝુ ગામડી પીપરાળા બકુત્રા જેવા કામો કચ્છ બ્રાન્ચ કેનાલ માં મોટર મુકી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે પણ 31-3-2022ના રોજ સરકાર દ્વારા કેનાલમાં પાણી બંધ કરાતા આ વિસ્તારના લોકો કેનાલમાં પડેલું દુર્ગંધ મારતું અને લીલું પાણી પીવા મજબૂર બન્યા છે..

આ પાણી પીવાથી આ વિસ્તારના લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે તેને લઇ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અણદુભા જાડેજા દ્વારા જિલ્લા કલેકટરની લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક આ વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી આપવા માટે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...