તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાંતલપુર LED કૌભાંડમાં તત્કાલિન ટીડીઓ સહિત છ કર્મીઓ સામે કાર્યવાહી કરવા આદેશ

વારાહી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસ સીલ યોજના હેઠળ 17 ગામોમાં કૌભાંડ બહાર આવ્યું હતું
  • જિલ્લા કક્ષા અને મુખ્યમંત્રીને રજૂઆત કરાતાં ડીડીઓએ આદેશ કર્યો

સાંતલપુર તાલુકામાં 17 જેટલા ગામોમાં 1.40 કરોડના ખર્ચે સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી એલઈડી લાઇટ નાખવાની કામગીરીને મંજૂરી મળી હતી. પણ તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા જે કામ પંચાયતને કરવાનું હોય છે તે કામ ખાનગી કંપનીને આપી દેવામાં આવ્યું હતું. જ્યારે ખાનગી કંપની અને અધિકારીઓની મિલીભગતથી લાઇટ નાખ્યા વગર નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા.

આ બાબતે અરજદાર લક્ષ્મણભાઈ દ્વારા જિલ્લા અને મુખ્યમંત્રી કક્ષાએ લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ જવાબ ન મળતાં પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે લેખિત રજૂઆત કરવામાં આવતા સમગ્ર પ્રકરણમાં દોષિત છ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા નાયબ ડીડીઓ દ્વારા આદેશ કરાયો છે.

આ પ્રકરણમાં તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી જે.એલ. દેસાઈ, તત્કાલીન આંતરિક અન્વેષણ અધિકારી જી.પં. પાટણ આઈ.કે. પ્રજાપતિ, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ-મકાન અધિકારી એસ.જે. પરમાર અને વી.જે. રબારી તત્કાલીન મદદનીશ ઇજનેર, તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ-મકાન પેટા વિભાગ રાધનપુર કે.પી ઉપલાણા, નાયબ હિસાબનીશ એમ કે પરમાર સામે આક્ષેપ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...