તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલાશો:સાંતલપુર નાના રણમાં શિકાર કરવા જતાં પકડાયેલા શખ્સો અગરિયા હોવાનું ખુલ્યું

વારાહી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • નાના રણમાં મીઠું પકવવાની આડમાં વન્ય પશુ-પક્ષીઓના શીકાર થતા હોવાનો ખુલાશો

સાંતલપુર તાલુકામાં આવેલ કચ્છના નાના રણમાં મીઠું પકવવાની આડમાં વન્ય પશુ પક્ષીઓના શીકાર થતા હોવાનો ખુલાશો સાંતલપુર પોલીસ દ્વારા બંદુક સાથે પકડવામાં આવેલ મુખ્ય આરોપીની વાત પરથી થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આરોપી ની પૂછપરછમાં તે અગરીયો હોવાની હકીકત ખુલી છે. સાંતલપુર પોલીસે 25 ડિસેમ્બરની રાત્રે રાજુસરા ગામની પ્રાથમીક શાળા પાછળના ભાગે આવેલ રણની કાંધીએથી દેશી બનાવટની બંદુક સાથે બે શિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

જ્યારે બીજા બે શિકારીઓ અંધારાનો લાભ લઈને રણમાં ભાગી ગયા હતા. પકડાયેલ બંને લોકોએ બંદુક લઈને રણમાં શિકાર કરવા જતા હોવાની વાત પોલીસ સમક્ષ કબુલી હતી. પોલીસે બંનેની વધુ પુછપરછ કરતા બંદુક સાથે પકડાયેલ મુખ્ય આરોપી અલ્લાઉદીન અલીમહમંદ રાઉમાં રહે.આતરનેસ તા.સાંતલપુર છેલ્લા 3 વર્ષથી અગરીયાનું કાર્ડ ધરાવે છે. રાજુસરા નજીક આવેલ કારગીલ વિસ્તારમાં મીઠું પકવવા માટે બોર પણ હોવાનું તેણે જણાવ્યુ હતુ.જ્યારે તેની સાથે રાત્રે શિકાર કરવા આવેલા તમામ લોકો રણમાં કામગીરી કરતા હોવાની વાત પણ તેને સ્વીકારી હતી.

સાંતલપુર પી.એસ.આઇ શુક્લાના જણાવ્યા મુજબ તે બંદૂક સાથે પકડાયેલા આરોપીએ કબૂલાત કરી છે કે હું 3 વર્ષથી રણની અંદર અગરીયા તરીકે કામ કરું છું અને બે બોર પણ ધરાવું છું.તાજેતરમાં રણમાં મીઠું પકવતા અગરિયાઓને શ્રમ અને રોજગાર દ્વારા ખોટી રીતે કાર્ડ આપ્યા હોવાની બાબતને લઈને તપાસ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે. ત્યારે અગરિયાની કામગીરીની આડમાં વન્ય પશુ પક્ષીઓના શીકાર કરાતો હોવાનું તાજેતરમાં બંદુક સાથે પકડાયેલા મુખ્ય આરોપીના કબુલનામાં પરથી સાબિત થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો