તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પ્રેમ પ્રકરણમાં આડેસરના બે શખ્સોએ સાંતલપુરના યુવાનની હત્યા કરી નાંખી

વારાહી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસ્વીર
  • યુવાનને હત્યારાની સગાઈ થયેલી યુવતી સાથે પ્રેમ સબંધ હતો
  • યુવાનને ફોન કરી બોલાવી અપહરણ કર્યું હતું. એક હત્યારે આડેસર પોલીસમાં હાજર થયો

સાંતલપુર ખાતે રહેતા ઠાકોર કોળી કમલેશભાઈ ધરમશીભાઈ (ઉ.વ. 25) ગત 25 જૂને સાંજે 6 વાગ્યે તેના ઘરે હતો ત્યારે તેના ઉપર ફોન આવતા તે ઘરેથી નીકળી બહાર ગયો હતો. રાત્રે ઘરે પરત ન ફરતાં પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરાતાં ભાળ ન મળતાં બીજા દિવસે તેના ભાઈ લક્ષ્મણભાઈ દ્વારા સાંતલપુર પોલીસ મથકે ગુમ થવા બાબતે જાણવાજોગ નોંધ કરવામાં આવી હતી. જ્યાં યુવકનું અપહરણ કરનાર કચ્છ જિલ્લાના આડેસરના લતીફઆમદ રાઉમા અને ઇબ્રાહીમ અબ્દુલ હિંગોરજા દ્વારા અપહરણ કરી હત્યા બાદ લાશને રોજુ પાસે અવાવરુ જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી.

હત્યાની જાણ થતાં પાટણ એસ.પી. દોડી આવ્યા હતા.
હત્યાની જાણ થતાં પાટણ એસ.પી. દોડી આવ્યા હતા.

બાદ હત્યારો લતીફઆમદ રાઉમા આડેસર પોલીસ સ્ટેશન હાજર થઈ ગુનાની કબૂલાત કરી હતી. આ બાબતની જાણ આડેસર પોલીસ દ્વારા સાંતલપુર પી.એસ.આઈને કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો. સાંતલપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક ઠાકોર કમલેશભાઈને આડેસરના લતીફ આમદ રાઉમાની સગાઈ થયેલ છોકરી સાથે પ્રેમ સબંધ હોઈ લતીફઆમદ રાઉમા અને ઇબ્રાહીમ અબ્દુલ હિંગોરજા દ્વારા અપહરણ કરી હત્યા કરાઈ છે. ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...